HomeGujaratIpl ની ફાઈનલ મેચના સમયમાં ફેરફાર, જાણો આ નવો સમય

Ipl ની ફાઈનલ મેચના સમયમાં ફેરફાર, જાણો આ નવો સમય

IPLની 15મી સિઝનની ફાઇનલ મેચ તા.29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બેંગ્લોરના 14 મેચમાં 16 પોઈન્ટ છે. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. કારણ કે હવે તેમના 12 પોઈન્ટ છે, જોકે બંને ટીમોની 1-1 મેચ બાકી છે.પરંતુ આ મેચ જીત્યા બાદ પણ તેમના માત્ર 14 પોઈન્ટ જ રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલાથી જ પ્લેઓફની રેસમાં નથી.

BCCIએ હવે IPL 2022ની ફાઈનલ મેચના સમયને લઈને એક ફેરફાર કર્યો છે. ફાઈનલ મેચ હવે 7:30 વાગ્યાના બદલે 8 વાગ્યે શરૂ થશે. મેચ પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. આ પછી 7:30 વાગ્યે ટોસ થશે અને મેચ 30 મિનિટ પછી શરૂ થશે. છેલ્લા ત્રણ વર્ષથી IPLમાં કોઈ ઓપનિંગ કે ક્લોઝિંગ સેરેમની થઈ નથી. જો કે, આ વખતે BCCIએ ટેન્ડર પ્રક્રિયા દ્વારા IPL 2022 ના સમાપન સમારોહનું આયોજન કરવા માટે પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસેથી બિડ મંગાવી હતી.લીગ મેચો 22 મેના રોજ સમાપ્ત થવાની છે. આ પછી કોલકાતા અને અમદાવાદમાં પ્લેઓફ મેચો અને ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચો રમાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW