HomeGujaratCentral Gujaratઅમદાવાદ NID માં 20થી વધુ વિદ્યાર્થીઓ કોવિદ પોઝિટિવ

અમદાવાદ NID માં 20થી વધુ વિદ્યાર્થીઓ કોવિદ પોઝિટિવ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી પ્રમાણે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા NID (નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન) કેમ્પસમાં મોટા પ્રમાણમાં એક સાથે કોરોના કેસ નોંધાતા કેમ્પસના બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.

પાલડીમાં આવેલા NID કેમ્પસમાં થયેલા કોરોના ટેસ્ટિંગમાં 24 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. આ પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. NID કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓમાં સંક્રમણના ફેલાય તે માટે શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે.

આ સાથે બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે અને 178 વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હવે અચાનક કોરોના વિસ્ફોટ થતાં તંત્ર દોડતું થયું છે અને પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW