HomeGujaratમાળિયાના મોટા દહીસરામાં યુવાનની હત્યા કરનાર 2 આરોપીને આજીવન કેદ ફટકારતી મોરબી...

માળિયાના મોટા દહીસરામાં યુવાનની હત્યા કરનાર 2 આરોપીને આજીવન કેદ ફટકારતી મોરબી કોર્ટ

માળિયા તાલુકાના મોટા દહીસરા ગામમાં રહેતા દીપક ધીરુભાઈ મૈયડ નામના યુવકનું ગામના બે શખ્સ દિવ્યરાજસિંહ જયુભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભા જાડેજાએ અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી 27- 04 2016ના રોજ મોટા દહીસરા ગામના જાપા પાસે છરી ઘા ઝીકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા આ બનાવમાં માળિયા પોલીસે મૃતકના કાકાની ફરિયાદ આધારે બન્ને આરોપી દિવ્યરાજસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજાને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા હતા. બાદમાં કેસ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલતો હતો દરમિયાન આજે ડીસ્ટ્રીકટ કોર્ટના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ફરીયાદી પક્ષ તરફથી કેસ લડી 32 દસ્તાવેજી પુરાવા તેમજ 20 મૌખિક પુરાવા રજુ કરી હત્યા કરનાર આરોપીને કડક સજા કરવાં અપીલ કરી હતી જેના આધારે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એ ડી ઓઝાએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ રૂ 10000નો દંડ ફટકાર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW