HomeGujaratમહિલા પોલીસ પર હુમલાના કેસમાં જીગ્નેશ મેવાણીના જામીન મંજૂર કરતી આસામ કોર્ટ

મહિલા પોલીસ પર હુમલાના કેસમાં જીગ્નેશ મેવાણીના જામીન મંજૂર કરતી આસામ કોર્ટ

આસામમાં મહિલા પોલીસ સાથે ગેરવર્તુણૂકના આરોપમાં ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આસામની કોર્ટે ધારાસભ્યના જામીન મંજૂર કર્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્વીટ કરવાના કેસમાં આસામની અન્ય અદાલતે તેમને જામીન આપ્યા પછી જ 25 એપ્રિલે મેવાણીની કથિત હુમલાના કેસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. ધારાસભ્ય પર તેની વિરુદ્ધના નવા કેસમાં એક મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તુણૂક કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગયા ગુરુવારે ગુજરાતના પાલનપુરમાંથી આસામ પોલીસની ટીમ દ્વારા આસામના કોકરાઝારના સ્થાનિક ભાજપના નેતાએ તેમની સામે ફરિયાદ નોંધાવ્યા બાદ સૌપ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. મેવાણી પર પીએમ મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવાનો આરોપ છે.

જે દિવસે તેમને ટ્વિટ કેસમાં જામીન મળ્યા હતા, મેવાણીએ કહ્યું હતું કે, આ બીજેપી અને આરએસએસનું ષડયંત્ર છે. તેઓએ મારી છબી ખરાબ કરવા માટે આવું કર્યું છે. તેઓ આ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે. તેઓએ રોહિત વેમુલા સાથે કર્યું, ચંદ્રશેખર આઝાદ સાથે કર્યું, હવે તેઓ મને નિશાન બનાવી રહ્યા છે. ટ્વિટ કેસમાં, જીગ્નેશ પર ગુનાહિત કાવતરું, પૂજા સ્થળ સંબંધિત ગુના, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને શાંતિ ભંગ કરવા માટેનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW