HomeGujaratબ્રાસ સ્ક્રેપના બે ટ્રકો પકડાયા, 30 લાખની ડ્યુટી ચોરી ઝડપાઈ

બ્રાસ સ્ક્રેપના બે ટ્રકો પકડાયા, 30 લાખની ડ્યુટી ચોરી ઝડપાઈ

રાજ્યમાં વેરાચોરી પકડવા માટે જુદા જુદા સ્થળોએ સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગરના બ્રાસ સ્ક્રેપના બે ટ્રકો ઝડપી પાડી હતી. જીએસટીની ટીમે તપાસ હાથ ધરતા રૂપિયા 30 લાખની ડ્યુટી ચોરી કરી હોવાનું ખુલતા અધિકારીઓએ બોગસ બીલીંગની આશંકાએ શહેરમાં બે બ્રાસની પેઢી ઉપર તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગની મોબાઈલ ચેકપોસ્ટે જામનગર અને રાજકોટથી બ્રાસ સ્ક્રેપ ભરેલા બે ટ્રક પકડી પાડયા હતાં. જેની તપાસ કરતા પૂરતા દસ્તાવેજો ન હોય રૂ.30 લાખની ડયુટી ચોરી કરવામા આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. આ ચકચારી પ્રકરણની તપાસમાં તમિલનાડુથી માલ આવતો હોવાનું ખૂલ્યું હતું. પરંતુ ત્યાં કોઇ ખરીદી દર્શાવાઇ ન હતી. આથી બોગસ બીલીંગની આશંકા સેવાઇ રહી છે.

બીજી બાજુ આ પ્રકરણને અનુસંધાને જામનગરની વોલ્ટ મેટલ અને લીબર્ટી નામની પેઢીમાં સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજીબાજુ સ્ટેટ જીએસટીની ટીમ દ્રારા બંને પેઢીઓમાં તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે દરોડાના પગલે ઉધોગકારોમાં દોડધામ સાથે અનેક ચર્ચા શરૂ થઇ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW