HomeGujaratમોરબીના 4 તાલુકામાં PGVCLની 35 ટીમના ધામા,રૂ 87.70 લાખની વીજ ચોરી...

મોરબીના 4 તાલુકામાં PGVCLની 35 ટીમના ધામા,રૂ 87.70 લાખની વીજ ચોરી ઝડપાઇ

મોરબી જિલ્લાના ગ્રામ્ય વીસ્તારમાં વીજ ચોરીનું દુષણ મોટા પાયે થતું હોય જેના કારણે વીજ લોશ વધ્યો છે. આ કારણસર પીજીવીસીએલના સર્કલ વિભાગે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું અને આ માટે જામનગર,ભુજ, અંજાર મોરબી સહીત અલગ અલગ જીલ્લાની 35 ટીમ દ્વારા અલગ અલગ સ્થળ ધામા નાખ્યા હતા જેમાં મોરબી જિલ્લામાં હળવદ,ચરાડવા સરા, વાંકાનેર,માળિયા તેમજ ટંકારા વીસ્તારમાં ચેકિંગ કરાયું હતું. આ 35 ટીમ દ્વારા કુલ 3006 જેટલા કનેક્શનનું ચેકિંગ કર્યું હતું અને રૂ 87.70 લાખની પાવર ચોરી પકડી પડી હતી.

મોરબી સર્કલ ક્ચેરીમાં વીજ ચોરીનું દુષણ મોટા પાયે વધ્યું છે અને તેના કારણે પીજીવીએસએલની ટીમ સમયાન્તરે ચેકિંગ હાથ ધરી વીજ ચોરી પકડી પડતી હોય છે સપ્ટે 2021થી માર્ચ 56830 વીજ જોડાણ ચેક કર્યું હતું જેમાં 4671 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી અને આ ગેરકાયદે વીજ ચોરી કરતા તત્વોને રૂ 1377.50 લાખનો દંડ ફટકર્યો હતો.
ફોટો: પ્રતીકાત્મક

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW