અમદાવાદ શહેરમાં ચાલતા ડમ્પરને કારણે મોટા અકસ્માત થયા હોય એવા અનેક કેસ છે. આ અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાઈ ગયો હતો એવા પણ ઘણા કિસ્સા છે. અમદાવાદ સહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કૉલેજ નજીક ડમ્પર ચાલકે એક પાંચ વર્ષના બાળકનો ભોગ લીધો હતો. દીકરાને સ્કૂલે મૂકવા માટે જઈ રહેલી મહિલાને ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી. એક્ટિવા પર જઈ રહેલા અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં દહર ભટ્ટ નામના બાળકનું મોત નીપજ્યું છે.

માતાની નજર સામે દીકરો કચડાઈ ગયો હતો. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. આંબાવાડી વિસ્તારમાં આવેલા અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણતા દહર ભટ્ટના મમ્મી સુરભીબેન એને મૂકવા માટે જતા હતા ત્યારે આ ઘટના બની હતી. આ બાળકનો તા.1 જૂનના રોજ જન્મદિવસ હતો. ઘરેથી તૈયાર થઈને સ્કૂલે જઈ રહેલા દબરનો ઘરથી બે કિમી દૂર જ અકસ્માત થયો હતો. દહરના માથા પર ટાયર ફરી વળ્યું હતુ. માંસના લોચા ડામર સાથે ચોંટી ગયા હતા. આસપાસના સ્થાનિકોએ મદદ કરવાના બદલે વીડિયો ઊતાર્યો હતો. કોઈ પણ વ્યક્તિને હચમચાવી દે અને રૂંવાડા ઊભા કરી દે આવી ઘટના બની છે. સુરભીબેન અને દહર આઝાદ સોસાયટીમાં રહેતા હતા.એના શરીરના ટુકડાઓને કપડાંમાં ભેગા કરીને પોટલું વાળીને પછી હોસ્પિટલ મોકલાયા હતા. પોલીસે આ ડમ્પર ચાલકને પકડવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે. એના પિતા જમીન દલાલ તરીકે કામ કરે છે. રોનકભાઈના પિતાનું ઑપરેશન હોવાથી સુરભીબેન એને સ્કૂલે મૂકવા માટે જતા હતા. નહેરૂનગરથી આવી રહેલા કચરાના ડમ્પરે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે આગળ બેઠેલો દહર ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. જ્યારે બીજી બાજું સુરભીબેન પડ્યા હતા.

ડમ્પર એટલી સ્પીડમાં હતું કે, બાળકના માથા પરથી એના ટાયર ફરી વળ્યા હતા. ઘટના સ્થળે હાજર રહેલા લોકો પણ થોડા સમય માટે ફફડી ગયા હતા. ડમ્પર ચાલક ઘટના સ્થળેથી થોડે દૂર ડમ્પર મૂકીને નાસી છૂટ્યો હતો. જેને પકડવા માટે પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. જોકે, અમદાવાદમાં પુરપાટ વેગે આ રીતે વાહન ચલાવતા બેદરકારોની સંખ્યા ઓછી નથી. ક્યારે રોંગ સાઈડમાંથી આવી જવાને કારણે પણ મસમોટા અકસ્માત થાય છે.

