HomeGujaratજામનગરમાં WHOના ચીફ ગુજરાતી બોલીને છવાઈ ગયા

જામનગરમાં WHOના ચીફ ગુજરાતી બોલીને છવાઈ ગયા

જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ધાટન પ્રસંગે પીએમ મોદી સાથે આવેલા WHO ચીફ ડોક્ટર ટેડ્રોસે તેમના ભાષણની શરુઆત જ ગુજરાતી કરી હતી. આ ઘટનાના સાક્ષી બનેલા પ્રધાનમંત્રી મોદીને પણ ગુજરાતીમાં બોલવાની WHO ચીફની સ્ટાઈલ ખૂબ પસંદ પડી હતી.

જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ધાટન પ્રસંગમાં પીએમ મોદીની સાથે WHO ચીફ ટેડ્રોસ ઘેબ્રેયેસસ પણ હાજર રહ્યાં હતા. પોતાના ભાષણની શરુઆતમાં જ ટેડ્રોસ ઘેબ્રેયેસસે ગુજરાતીમાં બોલીને લોકોના દીલ જીતી લીધા હતા. ભાષણની શરુઆતમાં જ WHO ચીફ બોલ્યાં કે કેમ છો બધા, મજામાને. તેમણે એવું પણ કહ્યું કે મને ગુજરાત આવીને ઘણુ સારુ લાગ્યું છે. ગુજરાતીમાં વાત કરવાની તેમની આ સ્ટાઈલને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. લોકોને તેમની ગુજરાતી ખૂબ પસંદ પડી.

WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન એ કોઈ સંયોગ નથી; મારા ભારતીય શિક્ષકોએ મને પરંપરાગત દવાઓ વિશે સારી રીતે શીખવ્યું અને હું ખૂબ આભારી છું. હું પણ ‘બોલીવુડ’ ફિલ્મો જોઈને મોટો થયો છું અને હું સમજું છું કે સ્વિસ આલ્પ્સ ‘બોલીવુડ’ ચાહકો માટે પ્રિય સ્થળ છે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જે અમે શરૂ કરી રહ્યા છીએ તે પુરાવા આધારિત પરંપરાગત દવાને મજબૂત કરવા વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ મહત્વપૂર્ણ પહેલને સમર્થન આપવા માટે હું PM મોદી અને ભારત સરકારના નેતૃત્વનો આભારી છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW