HomeGujaratરાજકોટ:સોનું હોવાનું સમજાવી પિત્તળની ઈંટ પકડાવી,રૂ.2 લાખનો ચૂનો

રાજકોટ:સોનું હોવાનું સમજાવી પિત્તળની ઈંટ પકડાવી,રૂ.2 લાખનો ચૂનો

રાજકોટની એક મહિલા સાથે મેવાતના ઠગે સોનું કહીને, શુદ્ધ સોનું હોવાનું સમજાવીને પિત્તળની ઈંટ પકડાવી દીધી હતી. સોનું હોવાનું કહીને રૂ.2 લાખની છેત્તરપિંડી મેવાતના ઠગે આચરી છે. જેના કારણે આ મામલે ચર્ચાસ્પદ બની ગયો છે. રાજસ્થાન રાજ્યના જિલ્લા ભરતપુર પંથકમાં ગુજરાત મહિલા સાથે છેત્તરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. પણ રાજસ્થાનના કામા પોલીસ સ્ટેશનમાં એની કોઈ ફરિયાદ ન નોંધાતા મામલો સામે આવ્યો હતો.

છેત્તરપિંડીનો ભોગ બનનાર મહિલા છેલ્લા બે દિવસથી કામા પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરવા માટે બેસી ગઈ છે. આ ઘટનામાં રાજસ્થાન સ્થાનિક પોલીસે હજું સુધી કોઈ કેસ ફાઈલ કર્યો નથી. રાજસ્થાન રાજ્યમાં મેવાતન ઠગનો શિકાર થનારી મહિલાનું નામ વિનિતા હરિભાઈ છે. જે મૂળ રાજકોટની છે. તેણે પોતાની છેત્તરપિંડીના પૈસા પાછા મેળવવા માટે પોલી સ્ટેશન સામે મોરચો માંડ્યો છે. આ અંગે સ્થાનિક પોલીસ મોબાઈલ લોકેશનના આધારે ઠગ ટોળકીને ટ્રેક કરી રહી છે. આ દાવો કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈ ઠગ પકડાયો નથી. પીડિતાએ જણાવ્યું હતું કે, 20-22 દિવસ પહેલા તેને રાજુ નામના એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. એના કાકા જેસીબી મશીન ચલાવે છે. જેસીબીથી જ્યારે ખોદકામ ચાલું હતું ત્યારે પ્રાચીન કિલ્લામાંથી ખોદકામ દરમિયાન એને સોનાની ઈંટ મળી આવી હતી. અત્યારે એના કાકા બીમાર છે. એટલા માટે આ ઈંટને સસ્તામાં વેચવા માંગીએ છીએ. આમ આ રીતે મહિલા ફસાઈ ગઈ હતી.

રાજસ્થાન પંથકન ભરતપુરની આસપાસના વિસ્તારમાં નકલી સોનાની ઈંટ આપી ચિટિંગ કરવાની ઘટના વારંવાર બનતી રહે છે. ખાસ કરીને કમા દેગ સહિતના વિસ્તારમાં આ પ્રકારના ચિટિંગથી બચવા તથા લોકોને જાગૃત કરવા માટે પોલીસે જુદા જુદા સ્થળે બોર્ડ લગાવેલા છે. આ વિસ્તાર ચિટિંગ માટે કુખ્યાત છે. મહિલા ઠગની વાતમાં ફસાઈ ગઈ અને સોનાની ઈંટો ખરીદવા રાજકોટથી કમા પહોંચી. આ પછી મહિલા ભેજાબાજોએ આપેલા સરનામે દિલ્હી બાયપાસ ચોકડી પર પહોંચી હતી. જ્યાં તેને બે ઠગ મળી આવતા ઠગ મહિલાને સોનાની ઈંટો આપવાના બહાને મોટર સાયકલ પર જુદા જુદા સ્થળે ફરતા હતા. આ દરમિયાન ઠગ મહિલાને એકાંત સ્થળે લઈ ગયા હતા. જ્યાં તેણે મહિલાને પિત્તળની ઈંટ આપીને રૂ.2 લાખ લીધા હતા. જ્યારે મહિલાએ જોયું કે તે પિત્તળની ઈંટ હતી તો એના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. પછી તેમણે રાજસ્થાન પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW