મોરબી જિલ્લાને ફાળવવાંમાં આવેલ ગ્રીન ફિલ્ડ સરકારી મેડીકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવામાં આવી હતી અને મોરબી જિલ્લાને બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજની જાહેરાત કરવામાં આવી હતી જેને લઇ મોરબીવાસીઓમાં રોષની લાગણી છવાઈ ગઈ છે.અને સરકાર દ્વારા મોરબી જિલ્લાવાસીઓ સાથે છેતરપીંડી આવી હોય તેવી અનુભૂતિ થઇ રહી છે. હાલ વિધાનસભા ચુંટણી નજીક આવી રહી છે અને સરકારની આ જાહેરાતથી જાણે રાજકીય ગરમાવો આવી ગઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા સીવિલ હોસ્પિટલ બહાર દેખાવ કર્યા હતા. હવે કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરી આગામી ૬ દિવસ સુધી ધરણા કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસની જાહેરાત બાદ ભાજપ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી મેડીકલ કોલેજ મુદે કોંગ્રેસ પ્રજાને ગુમરાહ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.સાથે સાથે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા 70 વર્ષના શાસનમાં મોરબી તાલુકામાં શું વિકાસ થયો તે પ્રજા જાણે છે અને પ્રજાએ જાકારો આપ્યો છે મેડીકલ કોલેજના નામે આંદોલન કરીને લોકોને ગુમરાહ કરી રહી છે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા,રાઘવજી ગડારા ધારાસભ્ય પરસોતમ સાબરિયા તેમજ જિલ્લા ભાજપના અગ્રણી તેમજ ઇન્ડીયન મેડીકલ એસોસિએશન સભ્ય મુલાકાત કરી હતી અને મોરબીને સરકારી મેડીકલ કોલેજ આપવા રજૂઆત કરી હતી.આ અંગે મંત્રીએ ઋષિકેશ પટેલે મોરબી જિલ્લાને મંજુર થયેલ સરકારી મેડીકલ કોલેજ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં રહેશે તેમાં કોઈ બદલાવ કરવામાં નહી આવે આશ્વાસન આપ્યું હોવાનું જણાવ્યું હતું.


