HomeGujarat1લી મેએ રાહુલ ગાંધી ગુજરાતમાં, દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાનો કરાવશે પ્રારંભ

1લી મેએ રાહુલ ગાંધી ગુજરાતમાં, દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાનો કરાવશે પ્રારંભ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના આંટાફેરા વધી ગયા છે. તા. 18થી ત્રણ દિવસ માટે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. તો ત્યારબાદ તા. 1લી મેના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત આવશે. દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ કરાવશે.

જાણવા મળતી માહિતી પ્રમાણે, તારીખ 1 મેના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત આવી દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાનો પ્રારંભ કરાવશે અને દાહોદમાં જ રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે. તો બીજી તરફ વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ અમદાવાદ આવ્યાં હતાં અને રોડ શો કરીને ઉજવણી કરી હતી.

તે ઉપરાંત તેમણે ખેલ મહાકુંભ 2022નો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતો લઈ રહ્યાં છે. તાજેતરમાં જ તેઓ નડાબેટ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. હવે વડાપ્રધાન મોદી આગામી 18મી એપ્રિલથી ત્રણ દિવસ ગુજરાત આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW