HomeGujaratઆગામી ત્રણ દિવસ ગરમી પરસેવા છોડાવશે,લૂ ફૂંકાવાના એંઘાણ

આગામી ત્રણ દિવસ ગરમી પરસેવા છોડાવશે,લૂ ફૂંકાવાના એંઘાણ

ગુજરાત રાજ્યમાં વધુ બે દિવસ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે. આકરા તાપમાં શેકાવવાનો સમય પાકી ગયો હોય એમ સૂર્યદેવ આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ આકરો તાપપડશે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અને કચ્છમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં પડી રહી છે. જ્યાં ગુરૂવારે તાપમાન 42 ડિગ્રીને પાર થઈ ગયું હતું.

માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં ગરમીનો હાહાકાર છે. ખાસ કરીને ઉત્તર ભારતના મેદાની રાજ્યમાં આકરો તાપ પડતા લોકો અકળાઈ ગયા છે. રસ્તા પરથી પસાર થતા લોકો ગ્લવ, ટોપી અને ચશ્મા સાથે જોવા મળી રહ્યા છે. તો બપોરના સમયે ઠંડીથી આંશિક રાહત મેળવવા માટે ઠંડાપીણા અને છાશ-લસ્સી પીને કોઠો ટાઢો કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીથી શેકાવા માટે તૈયાર રહેજો. રાજ્યમાં આગ ઝરતી ગરમીનો અહેસાસ કરવો પડશે. એવી આગાહી હવામાન ખાતાએ કરી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. એપ્રિલ મહિનામાં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો. શનિવારથી તાપમાનમાં થોડો ઘટાડો થતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. અને હવે તા.16-17 અપ્રિલના રોજ હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. હવે ઉતર દિશામાંથી જમીન પરના પવન ફુંકાઇ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થયો છે. હીટવેવથી બચવા દ્વારા તંત્ર દ્વારા લોકોને પણ તડકામાં કામ વગર બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.

ત્રણ દિવસ માટે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે ત્રણ દિવસ અમદાવાદમાં 44 ડિગ્રીએ પારો રહેશે. અમદાવાદમાં સામાન્ય રીતે મે માસમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતો હોય છે. પરંતુ આ વખતે એપ્રિલમાં જ ગરમી નવા રેકોર્ડ સર્જવાના મૂડમાં હોય તેમ જણાય છે. જે આગામી દિવસોમાં અમદાવાદ સહીત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના કેટલાંક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ટૂંકમાં હજુ વધારે ગરમી પડશે.

કયાં કેટલી ગરમી
અમદાવાદ 42.2
ભુજ 41.6
સુરેન્દ્રનગર 41.5
રાજકોટ 41.3
ગાંધીનગર 41
ડીસા 40.4
વડોદરા 40.2
વિદ્યાનગર 39.3

ક્યુ એલર્ટ ક્યારે?
યલો એલર્ટ: હિટવેવને કારણે ગરમીનો પારો 40 ડિગ્રી પાર જવાની શક્યતા હોય ત્યારે.
ઓરેન્જ એલર્ટ: 41થી 43 ડિગ્રી ગરમી હોય ત્યારે આ એલર્ટ આપવામાં આવે છે.
રેડ એલર્ટ: ગરમીનો પારો 45 ડિગ્રી કે તેથી વધુએ પહોંચે ત્યારે આ ચેતવણી કરવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW