HomeGujaratઆ વર્ષે ગુજરાત માટે કેવું રહેશે ચોમાસું, આ ચોખવટ કરી હવામાન વિભાગે

આ વર્ષે ગુજરાત માટે કેવું રહેશે ચોમાસું, આ ચોખવટ કરી હવામાન વિભાગે

દેશના હવામાન વિભાગે આ વર્ષમાં આવતા ચોમાસાને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મોન્સૂન વર્ષાનું LPA(LONG PERIOD AVERAGE) 99% હોવાની શક્યતાઓ છે. એમાં 5%નો વધારો કે ઘટાડો થઈ શક્ય છે. અનુમાન એવું પણ છે કે દેશભરમાં ચોમાસું એક જેવું જ રહી શકે છે. ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય રહી શકે છે. જો આવું બન્યું તો સતત ચોથું વર્ષ એવું રહેશે જેમાં ગુજરાતમાં ચોમાસું સામાન્ય બની રહેશે.

ઉત્તર ભારતના રાજ્યો અને તેની આસપાસના મધ્ય ભારતના રાજ્યોના કેટલાક ભાગ, હિમાલયની તળેટી તથા ઉત્તર પશ્ચિમના કેટલાક રાજ્યમાં સામાન્યથી વધારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પૂર્વોત્તર ભારતના કેટલાક ક્ષેત્રો, ઉત્તર પશ્ચિમી ભારતના કેટલાક ભાગ તથા દક્ષિણ ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. આ અનુમાન 1971-2020ના ટાઈમ પિરિયડમાં 87 સેમીની સરેરાશને આધારે લગાવ્યું છે, એટલે કે એમાં વર્ષા (LPA) પ્રમાણે 96 %થી 104% સુધીની થશે. એટલે ગતવર્ષ કરતા વરસાદ ઓછો થવાની શક્યતાઓ છે. દેશભરમાં 4132 રેનગેજ સ્ટેશન સ્ટેશનથી મળેલા ડેટાનો ઉપયોગ કરીને આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વર્ષ 2021માં જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનામાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન દરમિયાન સામાન્ય વરસાદ પડ્યો હતો. આ અગાઉ વર્ષ 2019 અને વર્ષ 2020માં વરસાદ સામાન્યથી વધુ થયો હતો. હવામાન વિભાગે રીસર્ચ કરેલા ડેટા પરથી એ તારણ મળે છે કે, દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન માટે 1971-2020ના આધારે ઓલ ઈન્ડિયા લેવલ પર સામાન્ય વરસાદ 868.6 મિમી છે. જોકે, આ વખતે ચોમાસું સામાન્ય બની રહેશે તો પાણીની અછત વર્તાશે એવી શક્યતાઓ પણ છે. હાલ તો સતત ગરમીના દિવસો પ્રજાને અકળાવી રહ્યા છે.

જો આ વખતે ચોમાસું વહેલું રહ્યું તો કેરીનો પાક લાંબા સમય સુધી ખાવા નહીં મળે. આમ પણ આ વખતે કેરીનો પાક મર્યાદિત છે અને સીઝન પણ મોડી શરૂ થવાની છે. એટલે કે, જો એમાં ચોમાસું વહેલું નજીક આવ્યું તો કેરી માત્ર ચાખવા પૂરતી આવે તો નવાઈ નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW