HomeGujaratCentral Gujaratફોર્ચ્યુનર કાર સસ્તામાં લેવી વેપારીને ભારે પડી,ઠગે એવી બુદ્ધિ વાપરી કે માન્યમાં...

ફોર્ચ્યુનર કાર સસ્તામાં લેવી વેપારીને ભારે પડી,ઠગે એવી બુદ્ધિ વાપરી કે માન્યમાં નહીં આવે

વડોદરા શહેરના રાવપુરાના સ્ટેશનરી તથા પ્રિન્ટિંગના વેપારીને નવી ફોર્ચ્યુનર કાર લેવી ભારે પડી છે. સસ્તામાં પડી રહેલી કારની લાલચે વેપારીને પોલીસ સ્ટેશન સુધી દોડાવ્યા છે. કંપનીની કાર માત્ર 25,50,000માં દેવાની છે એવી લાલચ આપીને વેપારી સાથે છેત્તરપિંડી થયાની વિગત સામે આવી છે. જેમાં પિતા, પુત્રી અને જમાઈ સામે વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ચંદ્રનગર સોસાયટીમાં રહેતા પંકજભાઈ નગીનદાસ શાહે એમની સાળીના દીકરા જય શાહ તરફથી સંજીત પટેલ તથા નિધિ પટેલની ઓળખાણ કરાવી હતી. નિધિ સૂર્યોદય કોમ્પ્લેક્ષ વાઘોડિયા રોડ પર રહે છે. તેઓએ પંકજભાઈએ ડાયકીન નામના બે એસી વર્ષ 2021માં વેચાણ હેતું લીધા હતા. એ પછી સંજીતે તેઓ ઈલેક્ટ્રોનિક્સ આઈટમની સાથે કાર લે વેચનો ધંધો કરે છે. કારની લે વેચ એમના સસરા વિવેક અરવિંદભાઈ દવે મુંબઈથી સંભાળે છે. વિવેક દવે સાથે ફોન પર વાતચીત થતા પંકજભાઈએ ટોયોટા કંપનીની કાર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વિવેક દવેએ વિદેશમાં એકસપોર્ટ કરવાનો કારનો ઓર્ડર રદ્દ થયો છે એટલે બધી કાર મેં ખરીદી છે. પુનાના શૉ રૂમમાંથી કાર મળી જશે. એમના કહ્યા અનુસાર 25,50,000ની રકમ ચૂકવી દેવામાં આવી હતી. પણ કારની કોઈ રીતે ડીલેવરી ન મળતા પૈસા પરત માંગ્યા હતા. પણ કંઈ હાથમાં ન આવતા વેપારી પંકજકુમારે વિવેક દવે, સંજીત પટેલ અને નિધિ પટેલ સામે કાયદેસરની ફરિયાદ કરી છે.

પેસા આપી દીધા બાદ વેપારીને ખ્યાલ આવ્યો કે એની સાથે છેત્તરપિંડી થઈ છે. એક્સપોર્ટનો ઓર્ડર રદ્દ થતા કાર સસ્તા ભાવે વેચવા માટે કાઢી છે. એવામાં વેપારી ભોળવાઈ ગયા હતા. આ લાલચનો લાભ લઈને ઠગ ટોળકીએ પૈસા પડાવી લીધા હતા. જ્યારે કાર આપવાની વાત આવી ત્યારે મામલો સામે આવ્યો હતો. જોકે, પૈસા આપી દીધા બાદ આવું કંઈ ન હોવાની વાત પણ જાણવા મળી હતી. પોલીસે આ કેસમાં મુંબઈ સુધી તપાસ લંબાવી હોવાના વાવડ મળી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW