HomeGujaratજ્યારે સુનીલ ગાવસ્કરે લાઇવ મેચમાં બ્રિટિશ કોમેન્ટેટરને કહ્યું, 'તમારી સરકારને કહો કે...

જ્યારે સુનીલ ગાવસ્કરે લાઇવ મેચમાં બ્રિટિશ કોમેન્ટેટરને કહ્યું, ‘તમારી સરકારને કહો કે અમારો કોહિનૂર પરત કરે’

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં રવિવારે તા.10 એપ્રિલના રોજ સાંજે રાજસ્થાન રોયલ્સ RR અને લખનૌ સુપર જાયન્ટ્સ LSGની વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે ઊતરી હતી. બંને ટીમો વચ્ચે બરોબરની ટક્કર જોવા મળી હતી. પરંતુ આ દરમિયાન કોમેન્ટ્રીબોક્સમાં કંઈક એવું બન્યું જે સોશિયલ મીડિયા ચર્ચાનું કારણ બન્યું છે.
ભારતના દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી કરતી વખતે બ્રિટિશ કોમેન્ટેટર સામે કોહિનૂરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સુનીલ ગાવસ્કરે સાથી કોમેન્ટેટર એલેન વિલ્કિન્સને કહ્યું કે જો બ્રિટિશ સરકારમાં તેમની પાસે કોઈ જુગાડ હોય તો શું આપણો કોહિનૂર પાછો આવી શકે છે. જે બાદ બંને હસી પડ્યા હતા. શું છે આ આખી વાતચીત, એક વાર સમજીએ…વાસ્તવમાં જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે સ્ક્રીન પર મુંબઈના મરીન ડ્રાઈવનો નજારો દેખાડવામાં આવ્યો હતો. મરીન ડ્રાઇવને ક્વીન્સ નેકલેસ પણ કહેવામાં આવે છે, કારણ કે રાત્રે જે રીતે ત્યાં લાઇટ્સ કરવામાં આવે છે અને માહોલ આખો પ્રકાશિત થાય છે, તે હીરાની જેમ ચમકે છે.

જ્યારે સ્ક્રીન પર આ બતાવવામાં આવ્યું ત્યારે સુનીલ ગાવસ્કરે કહ્યું, ‘જુઓ, રાણીનો નેકલેસ વિલ્કિન્સ. અમે હજુ પણ કોહિનૂર હીરાની રાહ જોઈ રહ્યા છીએ. જેના પર એલને કહ્યું કે હું વિચારી રહ્યો હતો કે આ વાત આવી રહી છે. ત્યારે સુનીલ ગાવસ્કરે એલેન વિલ્કિન્સને કહ્યું કે જો તમારી પાસે બ્રિટિશ સરકારમાં કોઈ જુગાડ હોય તો તેમને કહો કે અમારો કોહિનૂર હીરો અમને પરત કરી દે. એલન વિલ્કિન્સની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ સ્પોર્ટ્સ કોમેન્ટેટર્સમાં થાય છે, તે સતત IPLમાં ભાગ લે છે અને અન્ય મોટી ઈવેન્ટ્સમાં પણ જોવા મળે છે.એલન વિલ્કિન્સ બ્રિટિશ નાગરિક છે અને તેણે 100 થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. કોહિનૂર હીરાને લઈને ભારતમાં અવારનવાર ચર્ચા થતી રહે છે. એવું કહેવાય છે કે જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું ત્યારે તેઓએ આ હીરાને પડાવી લીધો હતો. અત્યારે આ હીરો માત્ર બ્રિટિશ રાજવી પરિવાર પાસે છે. હીરાનો અધિકાર રાણી એલિઝાબેથ પાસે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW