HomeGujaratCentral GujaratPIએ APP થકી વાહન ચેક કરવા આદેશ આપ્યો,કર્મીએ ઈન્ટરનેટ એલાઉન્સ માંગ્યું

PIએ APP થકી વાહન ચેક કરવા આદેશ આપ્યો,કર્મીએ ઈન્ટરનેટ એલાઉન્સ માંગ્યું

ગુજરાત પોલીસ તરફથી તરકસ નામની એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક વિસ્તારના વાહન ચાલકોનું રજીસ્ટ્રેશન આ એપ્લિકેશનમાં કરવામાં આવે છે. અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં PIનો ચાર્જ સંભાળતા યુવરાજસિંહ વાઘેલાએ પોલીસ વોટ્સએપ ગ્રૂપમાં આ એપ્લિકેશન થકી દરેક કર્મચારીને વાહન ચેક કરવા માટેના આદેશ આપ્યા છે. જેના જવાબમાં એક પોલીસ કર્મચારીએ ઈન્ટરનેટ એલાઉન્સ માંગ્યું હતું.

જેના સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તાજેતરમાં તરકસ એપ્લિકેશનનું ક્રાઈમબ્રાંચ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. એક પછી એક પોલીસકર્મચારીઓ જુદી જુદી માંગ સાથે સોશિયલ મીડિયા થકી વિરોધ કરી રહ્યા છે. હવે ઈન્ટરનેટ એલાઉન્સ માટે પણ માંગ કરતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. થોડા દિવસ પહેલા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનનાના PI જે પી જાડેજાની રાજકીય ઈશારે બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઇનો ચાર્જ યુવરાજસિંહ વાઘેલાને આપવામાં આવ્યો છે. કારણકે અમુક ફરિયાદોના લીધે હવે અહીં પટેલ અધિકારી મુકવામાં આવે તેવી વાત પોલીસ બેડામાં ચર્ચાતી હતી. આવતાવેત જ નવા અધિકારી યુવરાજસિંહ વાઘેલાએ ગ્રૂપમાં આ પ્રકારનો મેસેજ કર્યો હતો. ખાસ કરીને નાઈટ ડ્યૂટીમાં નોકરી કરતા દરેક કર્મચારી રાત્રીના સમયે આ એપ્લિકેશનનો ઉપયોગ કરે. તરકસ એપ્લિકેશન થકી 25 વાહનો ચેક કરવા કહ્યું છે. જે પછી સવારે 5 વાગ્યે પોલીસ સ્ટેશન ઓફિસર તમામની હાજરી લેશે. 200 વાહન તો ચેક થવા જોઈએ. જે અંગેના એ જવાબમાં કર્મચારીએ કહ્યું હતું કે, ઈન્ટરનેટ એલાઉન્સ મળશે એ દિવસે કરીશું. આ અંગે સરકારમાં રજૂઆત કરો સાહેબ.

છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિભાગમાં ગ્રેડ પેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. પોલીસ કર્મચારીને મળતા પગાર અને ભથ્થામાં ખુશ નથી. એવું અંદરખાને ચર્ચામાં રહ્યું છે. કર્મચારીઓના પગારને લઈને સરકાર કામ કરી રહી છે એવામાં આવા મેસેજ વાયરલ થતા પોલીસમાં પણ સરકાર સામે આંતરિક અસંતોષ છે એવું પુરવાર થયું છે. જોકે,આ અંગે કોઈ અધિકારી સ્પષ્ટતા કરવા માટે તૈયાર નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW