છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની ઘટના બનતી હતી. હવે તો ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પેપર પણ ફૂટ્યાની ચર્ચા થઇ રહી છે. જેના કેટલાક પેપરના ફોટો સોશિયલ મીડિયા પરથી સામે આવ્યા છે. એ પણ પેપર પૂરૂ થાય એ પહેલા. ધોરણ-10નું હિન્દી દ્વિતીયનું પેપર પરીક્ષા પૂર્ણ થયાના અડધા કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર ફરતું થયુ હતુ. આ ઘટના હવે બોર્ડ સુધી પહોચી છે. જેને લઈને દોડધામ મચી ગઈ છે. ધોરણ-10 હિન્દી દ્વિતીયનું શનિવારે અંતિમ પેપર હતુ.
આ પેપર પરીક્ષા પૂર્ણ થયાના અડધા કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર ફરતુ થઇ ગયુ હતુ. જે પેપર વાયરલ થયુ છે તેમાં જવાબો સોલ્વ કરેલા હતા. આ સવાલ અને જે પેપર હતુ તે બંને એક સરખા જ હતા. અપના અડ્ડા નામના એક ફેસબુક પેજ પરથી એક વ્યક્તિએ આ સોલ્વ કરેલુ પેપર શેર કરીને પેપર ફૂટ્યાનું કહ્યું છે. જે કહે છે કે, આ પેપર મને વોટ્સએપ પર મળ્યું છે. ધોરણ-10નું પેપર ફૂટ્યુ હોવાનો ખુલાસો કર્યો હતો. આ સોશિયલ મીડિયા પેજ પર ખુલ્યું છે. શનિવારે પોણા ચાર આસપાસ ધોરણ-10નું પેપર પુરૂ થવાને વાર હતી ત્યારે આ ઘટના બની છે. પણ કોઇ અજાણ્યા નંબર પરથી મને આ વોટ્સએપ મળ્યુ. હવે બોર્ડના અધિકારીઓ આ મામલે શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું. જ્યારે કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ચોરી કરતો પકડાય તો એને ત્રણ વર્ષ સુધી પરીક્ષા આપવા દેવામાં નથી આવતી. જોવાનું એ રહે છે કે, આ કેસમાં અધિકારીઓ સામે કેવા પગલાં લેવાય છે.

કે પછી ઘીના ઠામમાં ઘી. ધોરણ-10 હિન્દી દ્વિતીય પરીક્ષાનું પેપર પરીક્ષા પૂર્ણ થાય તેના અડધા કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયુ હતુ. આ મામલે હવે કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ પત્રકાર પરીષદ કરીને તપાસની માંગ કરી છે. વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા થઇ રહ્યા છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર સામે કાર્યવાહી કરવામાં આવે. રાજ્ય સરકાર આ અંગે જવાબ આપે. પહેલા પણ સ્કૂલના પેપર આ રીતે જ ફૂટ્યા હતા. અમદાવાદમાં પણ અગાઉ પેપર ફૂટ્યા હતા તેની તપાસ આજ સુધી કેમ કરવામાં આવી નથી. એવું મનીષ દોશીએ કહ્યું છે.

