HomeGujaratવિંછીયામાં PGVCLના નાયબ ઈજનેર સહિત બે 60 હજારની લાંચ લેતા ઝડપાયા

વિંછીયામાં PGVCLના નાયબ ઈજનેર સહિત બે 60 હજારની લાંચ લેતા ઝડપાયા

વિંછીયામાં રાજકોટ પીજીવીસીએલના નાયબ ઈજનેર અને વચેટીયો રૂપિયા 60 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયાં છે. લાંચિયા અધિકારીઓ ડાયરેક્ટ તાર નાંખી વીજ ચોરી કરેલાનું ફરિયાદીને જણાવીને તેને રૂપિયા બે લાખનો વહીવટ કરવાનું જણાવ્યું હતું. બાદમાં રૂપિયા 60 હજારમાં નક્કી થયું હતું.

વિંછીયાના સત્યજીત સોસાયટીમાં એસીબીએ છકટુ ગોઠવ્યું હતું જેમાં પીજીવીસીએલના નાયબ ઇજનેર દેવેન્દ્ર ખુશાલસિહ દાંતલાએ ડાયરેકટ તાર નાંખી વીજ ચોરી કરેલ હોવાનું જણાવી જે વિજચોરીનો ગુન્હો દાખલ કરવાનુ અને તેમાં 5 લાખનો દંડ તથા જેલની સજા કરાવવાનો ડર બતાવી જો ગુન્હો દાખલ ન થવા દેવો હોય તો રૂ.2 લાખનો વહીવટ કરવાનું જણાવ્યું હતું. આ અંગે ફરીયાદીએ રકઝક કરતા અને ઓછુ કરવા જણાવતા રૂ.80 હજાર અને છેલ્લે રૂ.60 હજાર આપવા જણાવ્યું હતું.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય રાજકોટ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જેના આધારે આજે વિંછીયા ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન પીજીવીસીએલના નાયબ ઇજનેર દેવેન્દ્ર દાંતલા અને તેના સહયોગી અજય ડાભીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.60 હજારની લાંચની રકમ માંગી, સહયોગી અજય ડાભીને આપી હતી. એ જ સમયે એસીબીની ટીમે આવીને બંનેને રંગે હાથે ઝડપાયા હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW