HomeGujaratCentral Gujaratસુરત બાદ વડોદરામાં યુવતીની હત્યા,લોહી નીતરતી લાશ અને જમણો હાથ કપાયેલો

સુરત બાદ વડોદરામાં યુવતીની હત્યા,લોહી નીતરતી લાશ અને જમણો હાથ કપાયેલો

ગુજરાતના મહાનગર સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ મહિલાઓની હત્યાના કેસ વધી ગયા છે. તાજેતરમાં સુરતમાં એક યુવતીની હત્યા બાદ હવે મહાનગર વડોદરામાંથી યુવતીની હત્યાનો કેસ સામે આવ્યો છે. તરસાલી બાયપાસ પાસે ધનિયાવી રોડ પર 19 વર્ષની તૃષા સોલંકીની ક્રુરતાથી હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં લોહી નીતરતી લાશ એક બાજું અને કાપવામાં આવેલો જમણો હાથ બીજી બાજું પડ્યો હતો. હત્યાના આ બનાવને પગલે સમગ્રે પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

વડોદરા પાસે ધનિયાવી ગામની સીમમાંથી મંગળવારની રાત્રે એક યુવતીની લાશ મળી આવી હતી. જેનો જમણો હાથ કપાયેલો હતો. આ કેસમાં વિદ્યાર્થિનીનું પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. આ યુવતીને ધારદાર હથિયારના 10થી વધારે ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. તૃષાએ પોલીસની શારીરિક કસોટી પાસ કરી હતી હવે તે લેખિતની તૈયારી કરી રહી હતી. આ સાથે કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. હત્યા કરનારાએ યુવતીના હાથ, ગાલ, ગરદન તથા પીઠના ભાગે ધારદાર હથિયારના ઘા માર્યા છે. મૃતક યુવતીના મોઢા અને ગાલ પર ધારદાર હથિયારના ઘા મારી ઈજાં પહોંચાડી હોવાના નિશાન મળ્યા છે. આ બનાવની જાણ થતા જ મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ યુવતી મૂળ પંચમહાલના સામલી ગામની રહેવાસી હતી. જે માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી.

યુવતીનો મૃતદેહ જ્યાંથી મળ્યો ત્યાં થોડે દૂર જ પોલીસને એક ટુ વ્હીલર મળ્યું હતું. આ સ્કૂટર યુવતીનું જ હોવાની આશંકાના આધારે એક્ટિવાના નંબરની તપાસ કરવામાં આવી હતી. પછી મૂળ માલિકનું નામ અને સરનામા મળી આવ્યા હતા. જે અંગે તપાસ કરતા એક્ટિવા એના મામાનું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળની તપાસ કરતા ત્યાંથી એક આધાર કાર્ડ મળ્યું હતું. જે મૃતક યુવતી તૃષાનું હોવાનું જાણવા મળ્યું છે. જેના પરથી પોલીસને યુવતીની જાણ થઈ હતી. આ યુવતી મૂળ દાહોદ જિલ્લાની છે. મોડી સાંજે જયારે તે ક્લાસમાંથી પાછી આવતી હતી એ સમયે પોલીસે ઘટના બની હોવાની આશંકા છે. પોલીસે ક્લાસમાં યુવતી સાથે અભ્યાસ કરતા યુવક યુવતીઓને શોધી એની પૂછપરછ કરી છે.

આ કેસમાં પોલીસને હજું સુધી યુવતીનો મોબાઈલ મળ્યો નથી. માત્ર આધારકાર્ડ અને એક એક્ટિવા મળી આવ્યા છે. મોબાઈલ ફોન હત્યા કરનાર લઈ ગયો હોવાની પોલીસને આશંકા છે. યુવતીનું એક્ટિવા હાઈવેથી થોડે દૂર પાર્ક કરાયું હતું. જ્યારે એનો મૃતદેહ ત્યાંથી થોડેદૂર ઝાડીમાંથી મળી આવ્યો છે. યુવતીના માથા અને મોઢાના ભાગે ધારદાર હથિયારથી ઘા મારવામાં આવ્યા છે. આ પ્રકારના નિશાન મળ્યા હતા.હાલ તો મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. સ્થાનિકે જણાવ્યું હતું કે,રાતના આઠ વાગ્યાના અરાસામાં કોઈની ચીસ સંભળાઈ હતી. હાઈવે પર લાઈટ ન હોવાને કારણે તેઓ ત્યાંથી દૂર જતા રહ્યા હતા. એ પછી એક યુવતી જમીન પર પડી હતી અને તેનો જમણો હાથ ન હતો. પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારમાં કામ કરતા મજૂરે પોલીસને જાણ કરી હતી. DCP કરણરાજ વાઘેલાએ કહ્યું કે,યુવતી એકેડેમીમાંથી યુવતી હાઈવે સુધી કેવી રીતે પહોંચી એ તપાસનો વિષય છે. આ અંગે ઊંડી તપાસ ચાલું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW