HomeGujaratCentral GujaratKG માટે FRC ફી નક્કી કરે છે, DEOએ કહ્યું એને આની મંજૂરી...

KG માટે FRC ફી નક્કી કરે છે, DEOએ કહ્યું એને આની મંજૂરી નથી કોનું માનવું??

એજ્યુકેશન ક્ષેત્રે ફી વિવાદ નવો નથી. ક્યારેક કૉલેજને લઈને તો ક્યારેક સ્કૂલને લઈને ફીનો મુદ્દો કાયમી ધોરણે વિવાદીત રહ્યો છે. માતા પિતા બાળકોને પ્રિ સ્કૂલમાં મુકવાનો આગ્રહ રાખે છે કારણ કે, બાળક શાળાએ જતા ટેવાય, બાળક શાળાએ જતા પહેલા ઘડાય, પોતાના ઘરથી એકલુ રહેતા શીખે તે માટે પ્રિ સ્કૂલમાં દાખલો કરાવે છે. પણ હવે પ્રિ સ્કૂલને લઈને શિક્ષણ વિભાગની જાણે બેવડી નીતિ હોય એવું ચિત્ર સામે આવ્યું છે. આમ તો અમદાવાદ શહેરમાં ગલીએ ગલીએ પ્રિ સ્કૂલ જોવા મળે છે.

પણ જ્યારે એમાં ભણતા બાળકોની જવાબદારીની વાત આવી ત્યારે એજ્યુકેશન વિભાગના સરકારી અધિકારી એવા DEOએ હાથ ઊંચા કરી દીધા છે. એક બાજું અમદાવાદના ડીઇઓ કહે છે કે, પ્રિ સ્કૂલ અમારા શિક્ષણના દાયરામાં નથી આવતી. તો બીજી બાજું FRC જુનિયર કેજીની ફી નક્કી કરે છે. આ કેવી રીતે બની શકે? વાલીઓને તો પ્રશ્ન ત્યાં સુધી થયો છે કે, આમાંથી કોનું માનવું? આ તમામ માહોલ વચ્ચે શહેરમાં ઠેર ઠેર જોવા મળતા પ્રિ સ્કૂલ ક્લાસની જવાબદારી આખરે ક્યા વિભાગની? શિક્ષણ વિભાગની આવી બેવડી નીતિ એ સમયે સામે આવી જ્યારે એક વાલીએ DEOને પ્રિ સ્કૂલની ફરિયાદ કરી. એ સમયે ખ્યાલ આવ્યો કે, DEOની જવાબદારીમાં આ પ્રિસ્કૂલ તો આવતી જ નથી. પછી એ જ અધિકારી એવું કહે છે કે, એને આની મંજૂરી નથી. અમદાવાદની LAMPROS પ્રિ-સ્કૂલ વાલીઓને ફી ભરી જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ મામલે જ્યારે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીના દ્વાર ખખડાવ્યા ત્યારે પરિણામ બીજું જ સામે આવ્યું.

જ્યારે આ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરાઈ ત્યારે DEO એ ઘસીને કહી દીધુ કે DEOના દાયરામાં પ્રિ-સ્કૂલ ન આવે. હવે વાલીઓ આ મુદ્દે મુંઝવણમાં મૂકાઈ ગયા છે. તેમણે ત્યાં સુધી ઉમેર્યું કે, પ્રિ-પ્રાયમરી એજ્યુકેશન ફોર્મ્યૂલા એજ્યુકેશન સિસ્ટમ ન હોવાથી એ અમારા કોઈ રીતે કંટ્રોલમાં નથી. તો પછી અહીં આવી રીતે બિલાડીના ટોપની ફૂટી નિકળેલી પ્રિ સ્કૂલની જવાબદારી કોની? તેમણે કહ્યું કે, અમે પ્રિ-પ્રાયમરી સ્કૂલ ચલાવવાની મંજૂરી પણ નથી આપતા. હવે સવાલ એ થાય છે કે રાજ્યમાં હજારોની સંખ્યામાં બાળકો પ્રિ સ્કૂલમાં અભ્યાસ કરે છે હવે ત્યાં કરાવાતો અભ્યાસ માન્ય હોય તો આવી રીતે એજ્યુકેશનના નામે ધંધો કરી લેવાની છૂટ કોણે આપી?

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW