HomeGujaratધો. 10 બોર્ડ પરીક્ષાની હોલ ટિકીટ વેબસાઈટ ઉપર મુકાઈ

ધો. 10 બોર્ડ પરીક્ષાની હોલ ટિકીટ વેબસાઈટ ઉપર મુકાઈ

માર્ચ મહિનાના અંતમાં ધો. 10 બોર્ડનની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આજે ગુજરાત બોર્ડે હોલ ટિકીટ બહાર પાડી છે. પરીક્ષાર્થીઓએ 19 માર્ચથી હોલ ટિકીટ ડાઉનલોડ કરી શકશે. તેમજ બોર્ડની વેબસાઈટ Gseb.org પરથી પણ હોલ ટિકીટ ડાઉનલોડ કરી શકશે.

કોરોનાના કારણે ગયા વર્ષે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે કોરોના કાબૂમાં આવતા બોર્ડની પરીક્ષાઓનું આયોજન ગુજરત શિક્ષણ બોર્ડે કર્યું છે. આ વર્ષે ધોરણ 10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે. જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં આશરે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ કરાયેલા પરીક્ષાઓની તારીખો માટેના પરિપત્ર મુજબ બીજી માર્ચથી ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૃ થનાર છે. જે વિષયોમાં થીયરીકલ સાથે પ્રેક્ટિકલ પરીક્ષા પણ લેવાય છે તેવા વિષયોની બોર્ડ દ્વારા નક્કી કરાયેલા ટાઈમ ટેબલ મુજબ પરીક્ષા લેવાશે અને બોર્ડે નક્કી કરેલા થીયરીની પરીક્ષાના સેન્ટરોમાં જ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. પરીક્ષાની હૉલ ટીકિટ પ્રેક્ટિકલ પરીક્ષાનું સેન્ટર દર્શાવવામા આવ્યું છે. બોર્ડના પરિપત્ર મુજબ સ્કૂલોએ હવે પરીક્ષાની હોલ ટીકિટ ઓનલાઈન ડાઉનલોડ કરી લેવાની રહેશે અને તેમાં વિષય-માધ્યમની ચકાસણી કર્યા બાદ તેમાં વર્ગશિક્ષકની અને આચાર્યની સહી અને સિક્કા કરાવી વિદ્યાર્થીને આપવાની રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW