HomeGujaratમોરબી પાલિકા પ્રમુખના પતિએ રજૂઆત કરનાર યુવકને ગાળો આપી ધમકી આપ્યાના આક્ષેપ

મોરબી પાલિકા પ્રમુખના પતિએ રજૂઆત કરનાર યુવકને ગાળો આપી ધમકી આપ્યાના આક્ષેપ

મોરબી નગરપાલિકા ના વોર્ડ નં ૧૧ ના વિસ્તાર માં આવેલ સતવારા સમાજના વાડી વિસ્તારમાં રોડ રસ્તા અને લાઈટ જેવી સુવિઘા આપવાના મુદ્દે સુરેશ ડાભી નામના યુવાને મોરબી નગરપાલિકાના પ્રમુખના પતિને સતવારા સમાજના વોટ્સેપ ગૂપમાં રજૂઆત કરી હતી જેમાં તેઓની વાડી વિસ્તાર તેમજ સમગ્ર સતવારા વાડી વિસ્તારમાં નગરપાલિકા સુવિઘામાં વઘારો કરવા માટે નગરપાલિકા એ ગ્રાન્ટ મંજુર થયેલ છે તેનો સદુપયોગ કરી વાડી વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર તેમજ લાઈટ જેવી પ્રાથમિક સુવિધામાં વધારો કરો એવી માગણી કરતા નગરપાલિકા પ્રમુખના પતિ કે કે.પરમારે એકદમ ઉશ્કેરાઇને સતવારા સમાજના યુવાનને અભદ્ર ભાષામાં ન બેફામ પણે ગાળાગાળી કરી અને જોઈ લેવાની ધમકી આપી હતી.જેની ફરજ છે કામ કરવાની જેની પાસે કામની માંગણી કરતા કામ કરવાને બદલે ધમકીઓ આપી અને કહેલ કે તું મને અત્યારે જ આવ એટલે હું તને પૂરો કરી નાખું એમ ફોનમાં ધમકીઓ આપી હતી આ અંગે યુવાને જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી આપી હતી અને પાલિકા પ્રમુખના પતિ તેઓને ગમે ત્યારે અકસ્માત કરાવી એન કેન રીતે મરાવી દેશે તેવા ડરથી પોલીસ રક્ષણની માગણી કરી છે.
(બોક્સ) યુવક સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ નાખી ઉશ્કેરણી કરી બદનામ કરી રહ્યા છે

ફરિયાદ કરનાર યુવક અવાર નવાર સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ કરી મને બદનામ કરવા પ્રયત્ન કરે છે જે પણ વિસ્તારમાં રોડ ગટર કે અન્ય કોઈ પણ કામ હોય તે તમામ કામ યોગ્ય રીતે થાય તેની પ્રમુખ તરીકે મારા પત્ની અને હું તકેદારી રાખીએ છે તેમ છતાં આ યુવકને કોઈ પ્રશ્ન હોય તો આવવા જણાવવા છતાં આજ દિન સુધી આવતો નથી માત્ર ખોટા આક્ષેપ કરી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW