HomeGujaratCentral Gujaratકારવીમાની રકમ મેળવવા માટે માલિકે રચ્યું આવું કાવતરૂ,કહ્યું મારી કાર...

કારવીમાની રકમ મેળવવા માટે માલિકે રચ્યું આવું કાવતરૂ,કહ્યું મારી કાર…

મહાનગર અમદાવાદ શહેરમાંથી ચોરીનાં દરરોજ અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા હોય છે. પણ ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે જેને ઉકેલ્યા બાદ પોલીસ પણ થોડા સમય માટે ચોંકી જાય છે. આવો જ એક કેસ અમદાવાદમાંથી સામે આવ્યો છે. આ કેસમાં કાર માલિકે ઇન્શ્યોરન્સનાં પૈસા પડાવવા માટે અનોખો પ્લાન બનાવ્યો હતો. પણ અંતે એ પ્લાનમાં તે પોતે જ આરોપી તરીકે પુરવાર થઈ જતા ફસાઈ ગયો હતો.

કાર વીમાના પૈસાને પચાવી પાડવા માટે માલિકો પોતે જ પોતાની કાર ગાયબ કરી દીધી હતી. પછી કાર ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવી હતી. અમદાવાદ પોલીસે ગણતરીનાં કલાકોમાં આ કેસનો નીવેડો લાવી દેતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે. મૂળ માલિકને જેલમાં પૂરી દીધો છે. અમદાવાદ સિટીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં ફરિયાદીએ કરી હતી કે, એના ઘરની બહાર પાર્ક કરેલી કાર BMW કોઈ ચોરી ગયું છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આ કેસમાં મૂળ માલિક આ જ આરોપી છે.

મુસીબ શેખ નામનો વ્યક્તિ આ કેસમાં કારનો મૂળ માલિક છે. જેમો પોતાની જ કાર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે, મે આ બી.એમ.ડબલ્યુ કાર મારા મિત્રને ફેરવવા માટે આપી હતી. મારા મિત્રએ તેના મિત્રને આ કાર ફેરવવા આપી દીધી. આ કારને ફેરવ્યા બાદ કારની કિંમત નક્કી કરી શકાશે. એવી વાત અમારા વચ્ચે થઇ હતી. આ આખી ઘટનામાં મૂળ માલિક મુસીબ શેખ જ મુખ્ય આરોપી છે. તે ખુબ જ ચાલાક બની વીમાના પૈસાને પડાવવા માગતો હતો. તેને આ કાર ચોરી કરવા માટે પોતાના માણસો જ ઉભા કરીને કાર ગુમ કરાવી હતી. પછી પોતે જ ફરિયાદ બનીને સામે આવ્યો હતો. જેમણે આ કારને ચોરી કરી વડોદરા લઈને છુપાવી દીધી હતી. એવું પોલીસ કેસમાંથી જાણવા મળે છે.

આ કારને વડોદરાથી અન્ય જગ્યાએ લઈ જઈને છુપાઈને રાખવા પ્લાન ઘડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાંથી એવું સામે આવ્યું છે કે કાર માલિકની ઈચ્છા એવી હતી કે કારની કિંમત તેનાં વસુલ કરીને વીમાના પૈસા પણ લઈ લેવામાં આવે. જેથી માલિકને પૈસા મળી જાય. પોલીસ વિગતમાંથી જાણવા મળ્યું છે કે, આરોપી ખુદ કાર લે વેચનું કામ કરે છે. કાર વીમાની રકમ લેવા માંગતો હતો એટલે તેણે આ કામ કર્યું હતું. આ આખુ પ્લાનિંગ પૈસા માટે કર્યું હતું. અમદાવાદ પોલીસે પોતાની યોગ્ય તપાસના અંતે સમગ્ર કેસ ઉકેલી નાંખ્યો છે. આ કેસમાં પોલીસે અન્ય બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે. જેની તપાસ ચાલું છે. જે જે લોકોએ આરોપીની કાર ફેરવી હતી એનો ભૂતકાલ પણ કાર ચોરીનો છે. હાલ ફરાર થયેલા આરોપીઓ પકડાયા બાદ વધુ ખુલાસા સામે આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW