HomeGujaratમસાલામાં 20થી 25%નો ભાવ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

મસાલામાં 20થી 25%નો ભાવ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

મસાલાની સીઝન શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને ગોંડલ અને રાજકોટમાં મસાલાની ખરીદી કરવા માટે આખા ગુજરાતમાંથી ગૃહિણીઓ આવે છે. આ ઉપરાંત બીજા રાજ્યમાંથી પણ લોકો રાજકોટમાં મસાલા લેવા માટે આવે છે. પણ હવે મોંઘવારી મસાલા માર્કેટમાં પણ જોવા મળી રહી છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો આ માર સહન કરી રહ્યા છે. દૂધ અને છાશની કિંમતમાં વધારો થયા બાદ હવે મસાલાની કિંમતમાં 20થી 25 ટકાનો ભાવ વધારો થયો છે.

જેના કારણે ગહિણીઓનું આ વખતેનું બજેટ બધી રીતે ખોરવાયું છે. માર્ચ મહિનો શરૂ થતા બીજા-ત્રીજા અઠવાડિયામાં રાજકોટમાં મંડપ નાંખી મસાલાનું વેચાણ શરૂ કરી દેવાય છે. જીરૂ, ધાણા, મરચા, હળદર સહિતના ભાવમાં વધારો થયો છે. જેના કારણે હાલ મંડપ કે સ્ટોલ નાંખીને વેચાણ કરતા વેપારીઓને ત્યાં ગ્રાહકોની હાજરી પાંખી છે. એક ગૃહિણીએ ત્યાં સુધી કહ્યું કે, આ વખતે મસાલાના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે મસાલા માટે જે પૈસા રાખ્યા હતા એ ઓછા પડ્યા છે. બીજી બાજું આ વખતે સૌરાષ્ટ્રને માવઠાનો માર પડ્યો છે. જેની અસર હવે વર્તાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિની અસર પણ આ માર્કેટને થઈ રહી છે. ગુજરાતી કે કાઠિયાવાડી કોઈ પણ ભોજનમાં મસાલા અનિવાર્ય છે. આ ઉપરાંત હવામાનની વિષમતાથી મસાલા માર્કેટને ખરો માર પડ્યો છે. મિશ્ર ઋતુ અને માવઠાને કારણે ખાસ તો જીરૂ અને ધાણા જેવા પાકને માઠી અસર થઈ છે. અત્યારે ખાદ્ય પદાર્થોને લગત સાપેક્ષ કોમોડિટીમાં ભાવ વધારો થવાને કારણે ખાવું શું એ પ્રશ્ન થઈ પડ્યો છે.

વેપારીઓ કહે છે કે, ગત વર્ષ કરતા આ વર્ષે મસાલાના ભાવમાં સીધો 20-25 ટકાનો વધારો છે. આ ઉપરાંત કાચા માલ સામે પ્રોસેસિંગ ચાર્જ પણ વધારે છે. પણ છેલ્લા બે વર્ષથી પેકિંગપેક્ડ મસાલાની માંગ વધી છે. આ કિંમત વધારાને કારણે વેપારીઓની કમાણી પણ ત્રીસ ટકા ઘટી છે. મસાલામાં જીરૂને મુખ્ય માનવામાં આવે છે. જીરાના વાવેતરમાં કાપ, બગાડ, નીચા સ્ટોક, નિકાસ અને જીવાતને કારણે આ પાકને પણ માર પડ્યો છે. જોકે, હજુ શરૂઆતમાં જીરૂમાં તેજીનો માહોલ છે પણ ઓવરઓલ મસાલામાં આ વખતે માહોલ ઠંડો રહ્યો છે. જોકે, રાજકોટ શહેરમાંથી ઘણા મસાલાની બીજા રાજ્યમાં નિકાસ થાય છે. તો કેટલીક જાણીતી કંપનીઓ પણ સીધો કાચો માલ ખરીદી જાય છે. પણ આ વખતે ભાવ વધારાને કારણે કંપનીઓનું પણ વલણ નિરાશાજનક છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW