HomeGujaratગોંડલ યાર્ડમાં ડુંગળીની પોણા બે લાખ કટ્ટાની આવકથી હાઉસફુલ

ગોંડલ યાર્ડમાં ડુંગળીની પોણા બે લાખ કટ્ટાની આવકથી હાઉસફુલ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવ૨ણ ચોખ્ખુ થતા ડુંગળીની આવકમાં ધ૨ખમ વધારો થયો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટુ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં પોણા બે લાખ કટ્ટાની આવક થઈ છે.

ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, આજે એક જ દિવસમાં આશરે પોણા બે લાખ કટ્ટા ટુંગળીની આવક થતા યાર્ડની બંને બાજુ ડુંગળી ભરેલા વાહનોની લાઈન લાગી છે અને દૈનિક 40 હજાર કટ્ટાનું વેચાણ થાય છે. 20 કિલો ડુંગળીનો ભાવ 80થી 300રૂપિયા સુધી બોલાયો છે. ગોંડલ, જેતપુર, કોટડાસાંગાણી સહિતના આસપાસના વિસ્તારોમાં ડુંગળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થતા ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા ગોંડલ યાર્ડમાં આવી પહોચ્યાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW