HomeGujaratકારને રીવર્સમાં લેતા ચાલકે કાબુ ગુમાવતા 5થી વધારે વાહનનો કચ્ચરઘાણ કાઢ્યો

કારને રીવર્સમાં લેતા ચાલકે કાબુ ગુમાવતા 5થી વધારે વાહનનો કચ્ચરઘાણ કાઢ્યો

મહાનગર સુરતના ઉધના વિસ્તારમાંથી કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારને રીવર્સમાં લેતા ચાલકે કાબુ ગુમાવતા પાછળ રહેલા વાહનોને નુકસાન થયું હતું. પટેલ કોતરણીમાં રાતના સમયે કાર પાર્કિંગ કરતી વખતે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પાછળ રહેલા વાહનોને અડફેટે લીધા હતા. કારચાલક રાત્રે પોતાના ઘર પાસે વાહન પાર્ક કરી રહ્યો હતો એ સમયે આ ઘટના બની હતી કારને રિવર્સ લઇ રહ્યો હતો ત્યારે કાબુ સ્ટેરિંગ પરથી ગુમાવ્યો હતો. કાર પૂરપાટ ઝડપે પાછળ આવી જતા વાહનોને નુકસાન થયું હતું. પાર્ક થયેલા મોટરસાયકલ અડફેટે લઈ લીધી હતી. તેથી આ વાહનોને ભારે નુકસાન થયું હતું.

ઘરની આસપાસ પાર્ક કરેલા પાંચ બાઈકને ચાલકે નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જતા વીડિયો સામે આવ્યો હતો. કારને રીવર્સ લેતી વખતે એક્સીલરેટી દબાવી દેતા ઘટના બની હોવાનું માનવું હતું. રાહતની વાત એ છે કે, જ્યારે કાર રીવર્સ આવી હતી એ સમયે પાછળના ભાગે કોઈ બાળક કે અન્ય વ્યક્તિઓ ન હતું. તેથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી. કાર એટલી પુરપાટ ઝડપે રીવર્સ થઈ આવી હતી કે, એક બાદ એક વાહનોને મોટું નુકસાન થયું હતું. કારનું ઠાઠુ વેગ સાથે અથડાયું હતું. ધડાકાભેર અવાજ આવ્યો હતો. અવાજ આવતા જ આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. સોસાયટીના બાળકોના રમવાના સમય દરમિયાન જ આ ઘટના બની હતી. પણ રાહતની વાત એ છે કે આ ઘટના બની ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હતું. અન્યથા મોટી ઘટના સામે આવત.

આવું પહેલી વખત બન્યું નથી. ભૂતકાળમાં પણ કેટલીક સોસાયટીઓમાં એવી ઘટના બની છે કે, જ્યારે પોતાની કારને રીવર્સ લેતાં હોય ત્યારે કારની પાછળ રહેલા વ્યક્તિઓ ઉપર ધ્યાન ન જતા અકસ્માત થયા છે. ખાસ કરીને બાળકો પર તેમનું ધ્યાન હોતું નથી અને કાચ ચઢાવેલા હોય છે. જેથી આસપાસનો માહોલ અંદર સંભળાતો નથી. આ કારણે તેઓ પાછળનો અવાજ પણ ઝડપથી સાંભળી શકતા નથી. તેથી કાર ચાલકો બાળકોને અડફેટમાં લઈ લેતા હોય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW