ટોયોટા પોતાની પ્રિમિયમ હેચબેક કાર ગ્લાન્ઝાના ફેસલિફ્ટ મોડલને 15મી માર્ચના લોંચ કરવા માટે જઈ રહી છે. લોંચિગ પહેલા ટોયોટાએ પોતાના સોશયલ મીડિયા ઉપર ગ્લાન્ઝાનું ટીઝર શેર કર્યું હતું. જેમાં જાણવા મળી રહ્યું છે કે આ કાર ઘણા કનેક્ટેડ કાર ટેક ફિચર્સની સાથે આવશે. જેમાં તમે તમારી કારને સ્માર્ટવોચની મદદથી લોક અને અનલોક કરી શકવાનું એક નવા ફિચર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે.

ગ્લાન્ઝા ન્યુ જનરેશન મારૂતિ સુઝુકી બલેનોનું રીવાઈઝ વર્ઝન હશે. મારૂતિ સુઝુકીએ ગયા મહિને 2022 બલેનોનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યું હતું. નવી જનરેશન બલેનોમાં પણ આવા જ ફિચર્સ મળે છે. આશા રાખવામાં આવી રહી છે કે 2022 ગ્લેન્ઝામાં પણ આ જ પ્રકારની ફિચર્સ મળે.
Guess what time it is. It’s almost time to go hatchin’. Watch this space for the #awesome reveal.
— Toyota India (@Toyota_India) March 4, 2022
.
.#ToyotaIndia #CoolNewToyotaGlanza #ToyotaGlanza #letsgohatchin #Glanza pic.twitter.com/v7OgdzWcB4
એક રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે 2022 ટોયોટા ગ્લેન્ઝામાં 360 ડિગ્રી સરાઉન્ડ વ્યુ કેમેરાની સાથે મોટું ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ તથા સાથે જ હેડ-અપ ડિસપ્લે અને ફ્લેટ બોટમ સ્ટીયરીંગ વ્હીલ મળશે. આ તમામ સુવિધાઓને 2022માં મારૂતિ સુઝુકીની બલેનોમાં પણ સમાવેશ કરાયો હતો. તે સિવાય નવી ગ્લાન્ઝામાં રીયર એસી વેંટ, નવા એચવીએસી કંટ્રોલ, ઓટો-ડિમિંગ આઈઆરવીએમ અને એક સ્લાઈડિંગ ડ્રાઈવર આર્મરેસ્ટ જેવી સુવિધાને પણ અપડેટ ગ્લાન્ઝા હેચબેકની અંદર મળી શકે છે.

જ્યાં સુધી ડિઝાઈનનો સવાલ છે તો નવી ગ્લાન્ઝાના ઘણા અઅપડેટ મળવાની આશા સેવવામાં આવીરહી છે. તેમાં એકક નવી ડિઝાઈન કરવામાં આવેલી ગ્રીલ, એક લોઅર બમ્પરની સાથે જ નવા અલોય વ્હીલ્સ ડિઝાઈનનો પણ સમાવેશ થઈ શકે છે. કારની સમગ્ર પ્રોફાઈલ ગત જનરેશનના મોડલની જેમ જ યથાવત રહેવાની આશા રાખવામાં આવી છે.

