HomeGujaratCentral Gujaratગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈની સંપત્તિમાં 5 વર્ષમાં 3.40 કરોડનો વધારો

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈની સંપત્તિમાં 5 વર્ષમાં 3.40 કરોડનો વધારો

ગુજરાત રાજ્યની નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પહેલી વખત બજેટ રજૂ થવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈનું પણ આ પહેલું બજેટ છે. બે વર્ષના કોરોના કાળ પછી ગુજરાત રાજય સરકાર તરફથી બજેટમાં શું નવું આવશે એના પર સૌ લોકોની મીટ મંડાયેલી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાનું આ છેલ્લું બજેટ છે. એટલે આ બજેટ ચૂંટણીલક્ષી રહેવાની પૂરેપૂરી શક્યાઓ સેવાઈ રહી છે. 71 વર્ષના નાણામંત્રી કનુ દેસાઈ પાસેથી દરેક સામાન્ય લોકોને મોટી અપેક્ષા છે.

વર્ષ 2012 અને 2017ની ચૂંટણીમાં એમણે કરેલી આવેલી એફિડેવિટની અનુસાર વર્ષ 2012 અને 2017ના ગાળા દરમિયાન 5 વર્ષમાં એમની વાર્ષિક કુલ આવકમાં રૂ. 39 લાખનો વધારો નોંધાયો છે. જ્યારે કુલ સંપત્તિમાં રૂ. 2.79 કરોડનો થયો જોવા મળ્યો છે. વર્ષ 2017-18ની ઇન્કમટેક્સની વિગત અનુસાર કનુભાઇની આવક રૂ. 71 લાખ છે. જે અગાઉ વર્ષ 2011-12માં રૂ. 32 લાખ હતી. પત્નીના નામે સંપત્તિને પણ જોડીએ તો 5 વર્ષમાં એમની સંપત્તિમાં રૂ. 3.40 કરોડનો વધારો થયો છે. વાસ્તવિકતા એ છે કે, એમની પાસે એકપણ વાહન નથી. એફિડેવિટ પ્રમાણે, તેમણે પોતાના વ્યવસાયમાં ખેતી અને નોકરી બતાવી છે. જ્યારે એમના પત્નીની આવકના સ્ત્રોતમાં પેન્શન અને બચતમાંથી થતી આવકનો ઉલ્લેખ કર્યો છે. તેમણે મોટાભાગનું રોકાણ શેર બોન્ડ અને મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું છે. તે વલસાજ જિલ્લાના પારડીના ધારાસભ્ય છે. અત્યારે ધારાસભ્યોની વાર્ષિક આવક રૂ.18 લાખ થાય છે. સૌથી વધારે આવક વઢવાણના ધનજીભાઈ પટેલની છે. રૂ.90 કરોડની આવક છે. જ્યારે સૌથી ઓછી વાર્ષિક આવક અકોટાના સીમા મોહિલની છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાર્ષિક આવક રૂ.18 લાખ છે. જ્યારે હાલના મુખ્યમંત્રીની વાર્ષિક આવક રૂ.30 લાખ છે.

કનુ દેસાઈએ સરકારી ચોપડે પોતાની અને પત્ની સહિત કુલ 432 ગ્રામનું સોનું દર્શાવ્યું છે. જેની માર્કેટ પ્રાઈસ રૂ.13 લાખ થાય છે. વર્ષ 2017માં બંને પાસે કુલ 13 લાખની માર્કેટ કિંમતનું 432 ગ્રામ સોનું હતું. કનુભાઈ પાસે વાપીમાં એક મકાન છે. જેની વર્ષ 2012માં કિંમત 18 લાખ હતી. આ પહેલા ગત સરકારમાં પૂર્વ નાણામંત્રી નીતિન પટેલે નવમી વખત બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે વર્ષ 2017-18માં પોતાની આવક રૂ. 11.73 લાખ, પત્નીની આવક રૂ. 2 લાખ, વર્ષ 2011-12માં ઇન્કમટેક્સ રિટર્નમાં તેમણે આવક રૂ. 5.49 લાખ, પત્નીની આવક રૂ. 5.35 લાખ દેખાડી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW