રશિયા-યુક્રેન વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં દિવસે દિવસે સ્થિતિ વધારે વણસી રહી છે. ખાસ કરીને ત્યાં ફસાયેલા લોકોની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ છે. ત્યારે યુક્રેનમાં ઘણા બધા ભારતીયો હાલ અટવાયા છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. જે અભ્યાસ હેતુ યુક્રેન ગયા હતા. ભારતીય તંત્રની બેદરકારીના દ્રશ્યો યુક્રેનમાંથી સામે આવ્યા છે. યુદ્ધ,ફાયરિંગ અને બોંબ વિસ્ફોટની સ્થિતિ વચ્ચે 50 યુવક-યુવતીઓ 25 કિમી ચાલીને પોલેન્ડ પહોંચ્યા હતા. પણ ત્યાં પણ ડેલીએ હાથ દેવા જેવી સ્થિતિ ઊભી થઈ.
રાજકોટની ક્રાંજ ગોસાઈ નામની યુવતી પોલેન્ડ પહોંચી તો ભારતીય દૂતાવાસે આ લોકોને યુક્રેનમાં પરત ફરવા કહ્યું. પોલેન્ડ તંત્રએ કહ્યું કે, પાછા જતા રહો. અહીં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. ઘરે પરત જતા રહેવાનું કહેવામાં આવ્યું છે. આ યુવતિએ પોતાની વ્યથા મીડિયા સામે ઠાલવી છે. હાલત એવી છે કે હવે ક્યાં જવું અને કેમ જવું સહિતના પ્રશ્નો છે. આ પ્રશ્નોનો જવાબ આપવા પણ તંત્ર કે ઓથોરિટી હાલ તો તૈયાર નથી. પણ જે રીતે બેદરકારી સામે આવી છે એના પરથી કહી શકાય કે, એમને રસ્તા પર રાત પસાર કરવાની ફરજ પડી છે. ક્રાંજે તમામ લોકો માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરી છે. ક્રાંજ જે હેલમાં યુક્રેનમાં ફસાઈ ગઈ છે. તેમણે આ અંગે પોતાનો ચાલવા સહિતનો વીડિયો શેર કર્યો છે. પોતાના સહિત તમામ વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ છે. તેણે સરકારને ઉદેશીને જણાવ્યું કે, સરકારના કહ્યા અનુસાર અમે હાલ તો પોલેન્ડ પહોંચી ગયા છીએ. અમારા માટે જરૂરી વ્યવસ્થા કરવાની હવે તમારી જવાબદારી છે. અમારી પાસે પરત ફરવા હાલમાં અમારી પાસે કોઈ વાહનની વ્યવસ્થા નથી. હવે શું થશે એની કોઈ ખબર નથી. પ્લીઝ હેલ્વ કરો. આ સ્થિતિમાંથી બચાવો. આ મામલે યુવિતના પિતા અશ્વિનભાઈએ જણાવ્યું કહ્યું હતું કે, અંદાજે 10-15 હજાર જેટલા ભારતીયો યુક્રેન ખાતે ફંસાયેલા છે. સરકારે માત્ર 3 ફ્લાઈટની જ વ્યવસ્થા હાલમાં કરી છે. આ તો ખરેખર જશ ખાટવા પૂરતી વાત મને લાગી રહી છે. મારી દીકરી સહિતની 40-50 યુવતીને ભારતીય દુતાવાસ તરફથી પાસપોર્ટ સહિતના ડૉક્યુમેન્ટ જમા કરાવી પોલેન્ડ પહોંચી જવા કહેવાયું. પણ ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. એવું પોલેન્ડ તંત્ર કહે છે. સરકારે તાત્કાલિક આ માટેની કોઈ ચોક્કસ વ્યવસ્થા કરે.

યુક્રેન પર રશિયાએ હુમલો કર્યા પછી યુક્રેનમાં ગયેલા અન્ય દેશોના નાગરિકો પોતાના દેશમાં જઈ રહ્યા છે. પણ મુશ્કેલીનો સામનો ભારતીયો કરી રહ્યા છે. અનેક ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા હતા. એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. ગુજરાતના રાજકોટ જ નહીં પણ વડોદરા, અમદાવાદ, જામનગર સહિતના શહેરોના વિદ્યાર્થીઓ યુક્રેનના જુદા જુદા સિટીમાં ફસાયા છે. અમે ટર્નોફોલમાં બંકરમાં છૂપાઇને વડોદરાની વિદ્યાર્થિની જ્હાનવી મોદીએ બંકરમાથી વીડિયો શેર કરી જ્યાં ભીષણ યુધ્ધની વચ્ચે સુરક્ષા કેવી છે એની હાલત ઉઘાડી પાડી છે. તેમણે કહ્યું હતું કે, અમે ટર્નોફોલમાં બેઝમન્ટમાં છે. મારી સાથે ભારતીય સિવાય અન્ય સ્ટુડન્ટ પણ છે. બોંબ બ્લાસ્ટ થઈ રહ્યા છે. ફાયરિંગ થઈ રહ્યું છે. મારા ફેમિલી સાથે સંપર્ક થઈ શકતો નથી. પરંતુ, અમોને અહીંથી બહાર કાઢો, જેથી સુરક્ષિત ઘરે પહોંચી શકાય. હાલ શુ થાશે એની અમોને ખબર નથી.
યુક્રેનમાં ફસાયેલી યુવતીના વડોદરાના કારેલીબાગમાં રહેતા પરિવારજન વૈશાલીબેન પટણીએ કહે છે કે, ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત સરકાર કે યુક્રેન સરકાર તરફથી કોઇ મદદ મળતી નથી. માત્ર ત્રણ ફ્લાઈટનું ઓપરેશન છે. ભારત સરકાર વહેલી તકે મદદ કરે. ત્યાં હાલમાં કોઈ બહાર પણ નીકળી શકતુ નથી. બંકર પણ સુરક્ષિત છે કે નહીં તેની તેઓને ખબર નથી. યુક્રેનમાં રહેલા દરેક વિદ્યાર્થીઓના માતા પિતા ચિંતા વધી ગઈ છે. અમારા સંતાનો સુરક્ષિત આવશે કે નહીં. એ ચિંતા સતાવે છે. વડોદરાના 300 કરતાં વધારે વિદ્યાર્થી યુક્રેનના જુદા જુદા શહેરોમાં અટવાયેલા છે. મેડિકલના તેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે. યુક્રેનની રાજધાની કીવ ખાતેથી વિદ્યાર્થીઓ ફ્લાઇટમાં આવવાના હતા. પણ 24મીની ફલાઇટ રદ્દ થઈ ગઈ. એરપોર્ટ બંધ થઈ ગયું. જેના કારણે વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. આ તમામ સંતાનોને પરત કેવી રીતે લાવવા તેના માટે એના વાલીઓ દોડધામ કરી રહ્યાં છે. પરિવારજનો એજન્ટ અને એમ્બેસીનો સંપર્ક કરીને તેમના સંતાનો વહેલી તકે પરત આવે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
હેલ્પલાઈન નંબર
દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના +911123012113, +911123014104, +911123017905 તેમજ 1800118797
ઈ મેઈલઃ situationonroom@mea.gov.in
યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસ માટે +380997300428, +380997300483 તેમજ cons1.kviv@mea.gov.in
ગુજરાત રાજ્ય બિન નિવાસી પ્રતિસ્થાન ગાંધીનગર દ્વારા માહિતી માટે ફોન નંબર 079-232 51312 તેમજ 079 232 51316

