ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફે ઓપરેશન અમાનત હેઠળ અત્યાર સુધીમાં 57 મુસાફરોના ટ્રેન અને સ્ટેશન પર છૂટી ગયેલા રૂ. 7.73 લાખની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે પરત કરી છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે
રાજકોટ રેલવે સ્ટેશન પર બેગ સ્કેનર ડ્યુટી પર તૈનાત મહિલા કોન્સ્ટેબલ પ્રિયાંશી દુબેને સર્ક્યુલેટીંગ એરિયામાં તા.22ના રોજ 16.10 કલાકે,એક બેગ બિનવારસી હાલતમાં પડી હોવાની માહિતી મળી. તેણે મશીન વડે આ બેગની તપાસ કરી. બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન હોવાની ખાતરી કર્યા બાદ તેણે આ બેગને આરપીએફ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી. રેલવે પ્રોટેક્શન ફોર્સના સ્ટાફ દ્વારા 2 પંચોની હાજરીમાં બેગ ખોલવામાં આવી હતી. આ બેગમાંથી કુલ રૂ. 32000/- નું માલસામાન મળ્યું હતું જેમાં રૂ. 28000/-ની રોકડ, આશરે રૂ. 2000/-ની કિંમતના સ્પોર્ટ્સ શૂઝ અને રૂ. 2000/-ની કિંમતની અમેરિકન ટુરિસ્ટર બેગનો સમાવેશ થાય છે. બેગમાંથી મળેલી ડાયરીમાં લખેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં ચંચલ મુખર્જી નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, તે સંત્રાગાછીથી રાજકોટ ટ્રેન નંબર 12950 સંતરાગાચી-પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં રાજકોટ આવ્યો હતો અને મુસાફરી કર્યા બાદ સ્ટેશન પર જ ટ્રોલી બેગ ભૂલી ગયો હતો. આ મુસાફર 22મી ફેબ્રુઆરીના રોજ લગભગ 20.00 કલાકે RPF પોલીસ સ્ટેશન રાજકોટ પોસ્ટમાં હાજર થયો હતો અને માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ, બેગ અને તેનો બધો સામાન તેને પરત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફે ઓપરેશન અમાનત હેઠળ અત્યાર સુધીમાં 57 મુસાફરોના ટ્રેન અને સ્ટેશન પર છૂટી ગયેલા રૂ. 7.73 લાખની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે પરત કરી છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે
રાજકોટ રેલવે ડિવિઝનના સમર્પિત કર્મચારીઓ યાત્રીઓને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આગળ હોય છેરાજકોટ ડિવિજન ના સીનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યુ હતું

