HomeGujaratCentral Gujaratખેતર પાસે ઊભી રહીને ઈશારા કરતી રૂપલલનાની ટોળકી ઝડપાઈ, 9ની ધરપકડ

ખેતર પાસે ઊભી રહીને ઈશારા કરતી રૂપલલનાની ટોળકી ઝડપાઈ, 9ની ધરપકડ

અમદાવાદ શહેરના ગોતા, ભાડજ તથા શિલજ જવાના રસ્તા પર ખુલ્લા ખેતર પાસે છેલ્લા ઘણા સમયથી રૂપ લલનાઓની ટોળકી ઊભી રહે છે. આ અંગેની ફરિયાદ સોલા પોલીસને મળતા પોલીસે 9 રૂપ લલનાઓને પકડી પાડી છે. સોલા પોલીસની ટીમે આ વિસ્તારમાં તપાસ કરી ભાડજથી શિલજ જવાના રસ્તે ખેતર પાસે કેટલીક મહિલાઓને પકડી પાડી હતી. જે ત્યાંથી પસાર થતા લોકો પર અશ્લીલ ચેનચાડા કરતી હતી. ઈશારા કરતી હતી.

છેલ્લા ઘણા સમયથી એ વાત ચર્ચાતી હતી કે, ગોતાથી ભાડજ-શિલજ જવાના રસ્તે અવાવરૂ જગ્યાએ રૂપલલનાઓની ટોળકી ઊભી રહે છે. ખેતર નજીક કેટલીક ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલી રહી છે. સોલા પોલીસની ટીમે અહીં વૉચ રાખીને આ ટોળકીને પકડી પાડી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આ વિસ્તારમાં અનેક જગ્યાઓ પર રૂપલલનાઓ ઊભી રહીને અશ્લીલ ઈશારા કરે છે. જ્યારે બીજી જગ્યાએ લઈ જઈને ધંધો કરે છે. સોલા પોલીસે જુદી જુદી ટીમ તૈયાર કરી વૉચ ગોઠવી હતી. પછી છુપી રીતે ધમધમી રહેલું કુટણખાનું બંધ કરાવ્યું હતું. પોલીસે આ તમામ મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કુલ 9 રૂપલલનાઓને પકડી પાડી નિયમ પ્રમાણે પગલાં લીધા છે. આ ઝડપાયેલી મહિલાઓ અમદાવાદની નજીકના વિસ્તારની હોવાનું જાણવા મળ્યું. આ મહિલાઓ મહેસાણા, ઈસનપુર, ઘાટલોડિયા, ચાણક્યપુરી, નારોલની હતી. જે ભાડજ જવાના રસ્તે ખેતર નજીક આવેલા ખુણામાં ઊભી રહીને અશ્લીલ ચેનચાળા કરતી હતી. પછી ગ્રાહકનો સંપર્ક કરીને બીજે લઈ જઈને ધંધો કરતી હતી. આ આખી ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. આ ઉપરાંત તમામની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.

સોલા પોલીસે આ તમામ મહિલાઓ સામે GPA 110 અને 17 અનુસાર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જ્યારે છુપી રીતે ધમધમી રહેલું કુટણખાનું પણ બંધ કરાવ્યું હતું. આ પહેલા પણ આ જ વિસ્તારમાંથી 10 જેટલી રૂપ લલનાઓ પકડાઈ ચૂકી છે. પોલીસે એમની સામે પણ કાયદેસરનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. ઈસનપુર પોલીસે આ પહેલા નારોલ સર્કલ પાસેથી રૂપલલનાઓને પકડી પાડી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW