HomeGujaratCentral Gujaratઅનોખા લગ્નઃ 72 વર્ષના દુલ્હેરાજા 66 વર્ષની લાડી, જીવનની ઢળતી સંધ્યાએ વસંત...

અનોખા લગ્નઃ 72 વર્ષના દુલ્હેરાજા 66 વર્ષની લાડી, જીવનની ઢળતી સંધ્યાએ વસંત ખિલી

સમાજમાં લગ્નની સીઝન જોરશોરથી ચાલી રહી છે. એવામાં હવે ગાઈડલાઈન્સમાંથી રાહત આપવામાં આવતા મોટાભાગના જિલ્લાઓમાં લગ્નના ઢોલ ઢબુકવા લાગ્યા છે. પણ મહાનગર અમદાવાદમાંથી એક અનોખા લગ્ન સામે આવ્યા છે. જેમાં વરરાજાની ઉંમર 72 વર્ષ અને લાડીની ઉંમર 66 વર્ષની છે. દાદા દાદીએ જીવનની ઢળતી સાંજે પોતાના જીવનમાં વસંત ખિલવી હતી. પોતાના પરિવારને સાથે રાખીને આ દાદા દાદીએ નવો સંસાર શરૂ કર્યું હતું.

એમના આ ફરીથી લગ્ન થયા. કારણ કે જ્યારે પ્રિ વેડિંગનો ટ્રેન્ડ ન હતો ત્યારે આ દંપતિએ ફેરા ફરી લીધા હતા. દાદા પણ ઘોડે ચડ્યા હતા. 50 વર્ષના લગ્ન જીવનમાં ફરી એકવખત આવી ક્ષણ આવશે એવું તેમણે વિચાર્યું પણ ન હતું. આ અંગે વાતચીત કરતા વિજય ચૌહાણે કહ્યું કે, મારા માતા પિતાના લગ્ન માટે અમે પહેલા એનો આલ્બમ જોયો. પછી ખ્યાલ આવ્યો કે, એમના સમયમાં તેઓ આજના જેવી ધામધૂમ કરી શક્યા ન હતા. એટલે અમે નક્કી કર્યું કે, જે વસ્તુ 50 વર્ષ પહેલા ન થઈ એ હવે થશે. પછી પ્લાન બનાવ્યો.

નક્કી કર્યું કે, પપ્પાને પહેલા ઘોડી ચડાવીશુ. એ પછી તૈયારીઓ શરૂ કરી. શરૂઆતમાં પહેલા બંને ખચકાતાતા પણ પછી હિંમત કરીને અરમાન જાગ્યા. પછી આજની આધુનિકતા પ્રમાણે ફરીથી લગ્ન કર્યા.50 વર્ષ પહેલા આર્થિક તંગીને કારણે વરઘોડા નીકળ્યા ન હતા. પછી હવે ધામધૂમથી ફરીથી લગ્ન લેવાયા. 68 ફોટો ભેગા કરીને પ્રિવેડિંગ શુટ કરાવ્યું. જેમાંથી 30 આલ્બમના અને બાકીના અમારા ક્લિક કરેલા હતા.પછી કેટલાક પોસ્ટર માટે સિલેક્ટ કર્યા. દાદાની ખાસ વરરાજા જેવી મોજડી બનાવી. તમામ પ્રકારનું આયોજન કરાયું. વિજયભાઈના પત્નીએ કહ્યું કે, દીકરીનું મામેરૂ થાય એ રીતે અમે આયોજન પણ કર્યું. એમના ભાણીયા આ વખતે મામેરૂ લઈને આવ્યા. લગ્ન પ્રસંગે જેમ મોજડી ચોરાય એ પ્રમાણે પણ થયું.આ ઉપરાંત એક રિંગ સેરેમની પણ કરી હતી. અરે હનિમુન માટે પણ હોટેલ બુક કરાવી દીધી. હાલ અમારે પણ મકાનની લોન ચાલું છે. પણ પ્રભુએ હપ્તો ભરાય એટલું આપ્યું છે.

માતા પિતાનો હરખ પૂરો કરવા આ આયોજન કર્યું. ખાસ તો કોઈ પ્રકારની ખામી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખ્યું. માતા પિતાના મરણ બાદ સૌ કોઈ મરણવિધિ તો કરે છે. પણ અમે જીવતા જ એમનું સેલિબ્રેશન કર્યું. 50મી વર્ષ ગાંઠ ઉજવી. હોટેલમાં જમાડ્યા હોય એવું આયોજન કર્યું. જે રીતે નવા વરવધૂને જમાડે એ રીતે સૌ કોઈએ એમને હરખથી જમાડ્યા. દાદા દાદીનો આવો પ્રસંગ જોઈ સંબંધીઓની આંખ પણ ક્ષણભર ભીની થઈ ગઈ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW