HomeGujaratસુનિલ ગાવસ્કરે કોનું નામ સજેસ્ટ કર્યું RCB ટીમના કેપ્ટન તરીકે, જાણો કોણ...

સુનિલ ગાવસ્કરે કોનું નામ સજેસ્ટ કર્યું RCB ટીમના કેપ્ટન તરીકે, જાણો કોણ છે આ ખેલાડી

IPLની આગામી સિઝન માટે તમામ ટીમ તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને નવી ટીમમાં નવા ખેલાડીઓનો રમવાનો ઉત્સાહ હાલ સાતમા આસમાને છે. આ વાત ઘણા ખેલાડીઓ વ્યક્ત કરી ચૂક્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCBના નવા કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવી જોઈએ તે અંગે એક સિનિયર ખેલાડી સુનિલ ગાવસ્કરે પ્રતિક્રિયા આપી છે. દિગ્ગજ ઓપનર સુનીલ ગાવસ્કરે ગ્લેન મેક્સવેલને આરસીબીનો કેપ્ટન બનાવવાનું સૂચન કર્યું છે. તેમના મતે જો મેક્સવેલને કેપ્ટન બનાવવામાં આવશે તો તે વધુ જવાબદારી સાથે બેટિંગ કરશે. આ સાથે ટીમનું પણ સંચાલન કરશે.

વિરાટ કોહલીએ વર્ષ 2021ની સીઝન બાદ એવી જાહેરાત કરી હતી કે તે હવે ટીમની કેપ્ટનશીપ નહીં કરે. તે જ સમયે, RCBએ હરાજી દરમિયાન આ સીઝનમાં ફાફ ડુ પ્લેસિસને પણ ખરીદ્યો હતો. આ સિવાય ટીમે વિકેટકીપર તથા બેટ્સમેન દિનેશ કાર્તિકને રૂ.5 કરોડ 50 લાખ રૂપિયામાં મળ્યો હતો. હરાજી બાદ RCB ટીમના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ માઈક હેસને કહ્યું હતું કે RCB પાસે હવે વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસના રૂપમાં ત્રણ લીડર છે, જે ટીમ માટે ઘણું સારું છે. આ તમામ ખેલાડી નેતૃત્વ કરવા માટે સક્ષમ છે.

ગાવસ્કરે એવું કહ્યું મારા મતે જો મેક્સવેલને આ જવાબદારી આપવામાં આવશે તો તેને અલગ પ્રકારનો ખેલાડી સાબિત થશે. ગયા વર્ષે, કદાચ મેગા ઓક્શનને ધ્યાનમાં રાખીને, તેણે ખૂબ જ સારી બેટિંગ કરી હતી. તેને જાળવી રાખવામાં આવ્યો. જ્યારે કોઈપણ ખેલાડીને મોટી જવાબદારી આપવામાં આવે છે, તો તે ખૂબ જ સારું રમવાનું શરૂ કરે છે. તેનું શોટ સિલેક્શન ખૂબ જ સારૂ બની જાય છે. તેથી જો મેક્સવેલને કેપ્ટન બનાવવામાં આવશે તો તે વધુ રન બનાવશે અને ખૂબ જ સારું રમશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW