દેશની સંવેદનશીલ મનાતી સરહદ કચ્છ જિલ્લામાંથી કુલ છ ઘુસણખોરોને પકડી પાડવામાં આવ્યા છે. પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પરના દરિયાઈ હરામીનાળા વિસ્તારમાં ગુરૂવારે સવારથી સીમા સુરક્ષા દળના જવાનોએ એક ચોક્કસ ઈનપુટના આધારે ઘૂસણખોરી ડામવા એક સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. જે માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી.
આ દરમિયાન ભારતીય વિસ્તારમાં ઘૂસી આવેલી 11 માછીમારી બોટ પકડાઈ હતી. જેની તપાસ કરતા ઘુસણખોરીનો પ્લાન હોવાનું જાણવા મળ્યું હતું.

આજે અટપટી ક્રિકનો લાભ લઇ બોટ મૂકીને દેશની સીમા અંદર છુપાઈ ગયેલા 6 પાકિસ્તાની ઘૂસણખોરોને શુકવારે એરફોર્સ, પોલીસના સહયોગ સાથે BSFએ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ વાત સૂત્રો પાસેથી જાણવા મળી હતી. આ ઉપરાંત હજુ વધારે ઘૂસણખોરો ક્રિક વિસ્તારમાં છુપાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લાના લખપત પાસેના નાપાક ઘૂસણખોરી માટે પાકિસ્તાનની હિલચાર હોવાનું ચોક્કસ ઈનપુટ પરથી જાણવા મળ્યું હતું. હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારોની હિલચાલની માહિતી મળ્યા બાદ BSFની 59 બટાલિયન તરફથી ક્રિક એરિયાના અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કરાયું હતું. આ માટે સ્થાનિક પોલીસ અને એરફોર્સની મદદ લઈ કેટલાક શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. ત્રણ ટીમમાં કુલ 40 કમાન્ડો આ સર્ચ ઑપરેશનમાં જોડાયા છે.

અંતર્ગત ગુરૂવારે 11 પાકિસ્તાની માછીમારી બોટ પકડાયા બાદ શુક્રવારે અટપટી ક્રિકનો ગેરલાભ લઈ નાસી છૂટેલા 3 પાકિસ્તાની ઘૂસણખોર પકડાઈ ગયા છે. અટપટી ક્રિક પાસે 300 વર્ગમીટરની ત્રિજ્યામાં સર્ચ ઑપરેશન માટે સૈન્યએ કાદવ કિચડ, ચેરિયા વન તથા દરિયાઈ પાણીમાં આવતી ભરતીને કારણે પડકારજનક ઑપરેશન પાર પાડ્યું હતું. જેમાં ઘુસણખોરી કરતા શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા.

