HomeGujaratCentral Gujaratમુંબઈથી ભુજ આવતી ફ્લાઈટ એન્જિન કવર વગર જ ઉડી, લેન્ડીંગ બાદ પાયલોટને...

મુંબઈથી ભુજ આવતી ફ્લાઈટ એન્જિન કવર વગર જ ઉડી, લેન્ડીંગ બાદ પાયલોટને…

મુંબઈથી સવારે 66 પેસેન્જરોને લઈને એલાયન્સ એરની ફ્લાઈટે ભુજ માટે ઉડાન ભરી હતી. ત્યારે અચાનક તેના એન્જીનના કાઉલિંગનો ભાગ નીચે પડી ગયો હોવા છતા તે એન્જીનના કાઉલિંગ વિના જ ભુજ સુધી ઉડી હતી. જ્યારે ભુજ એરપોર્ટ ઉપર ફ્લાઈટ લેન્ડ થઈ છેક ત્યારે તેના પાયલોટને જાણ થઈ કે ફ્લાઈટમાં તો એન્જિનનું કવર જ નથી. હવે આ સમગ્ર મામલે ડીજીસીએ દ્વારા તપાસના આદેશો આપ્યાં છે.

આ અંગે ભુજ એરપોર્ટના ટર્મિનલ મેનેજર પ્રકાશ બાલેશ્વરે જણણાવ્યું હતુ બુધવારે સવારે એલાયન્સ એરની મુંબઈથી ભુજ થતી ફ્લાઈટ 66 મુસાફરોને લઈને ઉડાન ભરી હતી. આ એરક્રાફ્ટ સવારે 8.10 કલાકના અરસામાં ભુજના એરપોર્ટ ઉપર સુરક્ષીત રીતે લેન્ડ થઈ હતી. મુંબઈ એરપોર્ટ ઉપર ટેકઓફ કરતા સમયે જ એન્જિન ઉપર લગાવેલું કાઉલિંગ નીચે પડી ગયું હતું. છતા પણ ફ્લાઈટે ટેકઓફ કરીને ત્યાંથી ભુજ સુધી ઉડી હતી. ભુજ એરપોર્ટ ઉપર ફ્લાઈટનું લેન્ડીંગ થયા બાદ મુંબઈ માટેની ફ્લાઈટને સ્થગીત કરી દેવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી બાદ હવે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા તપાસના આદેશો આપ્યાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW