HomeGujaratમોરબી પાલિકાના નવ નિયુક્ત ચીફ ઓફિસરે સાંભળ્યો ચાર્જ,ભૂગર્ભ ગટર,જર્જરિત રસ્તા,રખડતા ઢોર સહિતના...

મોરબી પાલિકાના નવ નિયુક્ત ચીફ ઓફિસરે સાંભળ્યો ચાર્જ,ભૂગર્ભ ગટર,જર્જરિત રસ્તા,રખડતા ઢોર સહિતના સમસ્યાઓનો ઢગ

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની બદલી બાદ આજે નવ નિયુક્ત ચીફ ઓફિસર સંદિપ સિંહ ઝાલાએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. હળવદ નગરપાલિકામાં ફરજ બજાવનાર સંદિપ સિંહ અગાઉ કચ્છ જિલ્લા, તેમજ દ્વારકા જિલ્લામાં પણ ફરજ બજાવી ચુક્યા છે. જોકે સૌરાષ્ટ્રની સૌથી મોટી નગરપાલિકા તરીકે જાણીતી મોરબી નગરપાલિકાના કામગીરી અંગે લોકો તેમના પર મોટી આશા રાખી રહ્યા છે.13 વોર્ડની નગરપાલિકા ઔદ્યોગિક નગરી મોરબીમાં લાંબા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને દિવસે દિવસે વધી રહેલા શહેરમાં અગાઉ ભૂગર્ભ ગટરનું આયોજન યુક્ત કામગીરી ન થવા તેમજ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાના કારણે તમામ વોર્ડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર પાણી નિકાલ સમસ્યા સૌથી મોટી સમસ્યા છે ખાસ કરીને ચોમાસા દરમિયાન ભૂગર્ભ ગટર ઠેરઠેર ચોકઅપ થયેલ હોવાથી રસ્તા પર પાણીના ભરાવો રહે છે જેના કારણે રસ્તાની ગુણવત્તા ખરાબ થાય છે અને નવા નકોર બનેલ રસ્તા એક જ ચોમાસામાં ફરી ધૂળ ધણી થઈ જાય છે. આ સમસ્યા સાથે સાથે શહેરના તમામ મુખ્ય માર્ગ, જેમાં કલેક્ટર કચેરી રોડ, જુના હાઉસીંગ બોર્ડ વિસ્તાર,અયોધ્યાપુરી રોડ, ગાંધી ચોકથી નવા ડેલા રોડ, રવાપર રોડ,લીલાપર રોડ,સ્ટેશન રોડ સહિતના તમામ માર્ગો હાલ ખખડધજ હાલતમાં છે. શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ બની રહેલા બાંધકામ થઈ રહ્યા છે મોટા ભાગના કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાર્કિગ જગ્યા રાખ્યા વિના ઉભા કરી રહ્યા છે જેના કારણે દીવસે રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સતત વધી છે. આ તમામ સમસ્યાથી મોરબીવાસી પીડાઈ રહ્યા છે હવે આગામી ચીફ ઓફિસર આ સમસ્યા દૂર કરવા સતાપક્ષને સાથે રાખી કેવી કામગીરી કરશે તે પણ એક સવાલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW