HomeGujaratનિવૃત આર્મીમેન નશાની હાલતમાં પિસ્તોલ સાથે નીકળ્યા, રસ્તા પર લોકોને ડરાવ્યા

નિવૃત આર્મીમેન નશાની હાલતમાં પિસ્તોલ સાથે નીકળ્યા, રસ્તા પર લોકોને ડરાવ્યા

રાજકોટના શાપર વેરાવળમાં ગુરૂવારે મોડી રાત્રે એક વ્યક્તિએ જાહેરમાં પિસ્તોલ જેવું હથિયાર દેખાડીને ડિંડક કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં આ શખ્સના હાથમાં પિસ્તોલ જોવા મળી રહી છે. જે રેકડી નજીક ઊભો રહી નજીકમાં રહેલા શ્વાનને લાત મારે છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિ એક નિવૃત આર્મીમેન છે. જે દારૂ પીને ડિંડક કરી રહ્યા હતા.

શાપર વેરાવળ પોલીસ સ્ટેશન PSI કુલદીપસિંહ ગોહિલ તથા ટીમે આ વ્યક્તિ અંગે તપાસ કરી હતી. જેમાંથી જાણવા મળ્યું કે, એની પાસે પરવાના વાળું હથિયાર છે. પોલીસે એને ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. શાપર વેરાવળના રસ્તા પર નિવૃત આર્મીમેન રામ મોહન મિશ્રા પિસ્તોલ સાથે ફરી રહ્યા હતા. એક મિનિટ અને 16 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેઓ દારૂના નશામાં રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા હતા. પહેલા પિસ્તોલ લઈ રેકડી પાસે ઊભા ર્યા અને પછી હથિયાર લઈને પાછા રસ્તાની બીજી બાજુ આવી રહ્યા હતા. આ મામલે રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ તપાસના આદેશ આપ્યા છે. જેના પગલે પોલીસ સ્ટેશન PSI કુલદીપસિંહ ગોહિલ તથા એમની ટીમે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વાયરલ વીડિયોના આધારે પોલીસે નિવૃત આર્મીમેન રામ મોહન મિશ્રાની ધરપકડ કરી લેવાઈ છે. સુત્રોમાંથી વિગત એવી પણ મળી છે કે, નિવૃત આર્મીમેન રામ મોહન મિશ્રા હાલમાં પરવાનેદાર હથિયાર ખરીદવા માટે એક મધ્યથીનું કામ કરે છે.

કોઈને પરવાનાવાળું હથિયાર ખરીદવું હોય તો કટકી કરીને એને હથિયાર અપાવે છે. રાજકોટ શહેરના અનેક પરવાનેદાર હથિયાર ધારકોએ રામમોહન મિશ્રા માફરતે હથિયાર ખરીદ્યા છે. આ વિગત પોલીસ સુત્રોમાંથી જાણવા મળી હતી. ગુરૂવારે નશો કરેલી સ્થિતિમાં ભાન ભૂલ્યા હતા. નશાની હાલતમાં તેમણે પરવાનાવાળી પિસ્તોલ જાહેરમાં કાઢી હતી. લોકોમાં ભય ઊભો કર્યો હતો. આ અંગે પોલીસે નિવૃત આર્મીમેન સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. રામમોહન મિશ્રાનો હથિયાર અંગેનો પરવાનો રદ્દ કરવા માટે પણ પોલીસ અધિકારીને રીપોર્ટ કરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW