અમદાવાદ થી મોરબી શહેરના પ્રવેશ દ્વાર તેમજ ઔદ્યોગિક ઝોન એવા પીપળી જેતપર રોડને જોડતા મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં દિવસ દરમિયાન હજારો વાહનોની અવર જવર રહે છે. ખાસ કરીને વહેલી સવારે તેમજ સાંજના સમયે ફેકટરી પર જતા હોવાથી મોટા પાયે ટ્રાફિક જામ સર્જાઇ છે.આ ઉપરાંત દિવસે પણ સિરામિક રો મટિરિયલ ભરેલ ટ્રકની મોટા પાયે અવરજવર થતી હોય છે હળવદ મોરબી રોડ તેમજ પીપળી જેતપરને આ રોડ જોડતો હોવાથી આ માર્ગ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે.હાલ રાજય સરકાર દ્વારા અગાઉ મોરબી જેતપર તેમજ મોરબી હળવદ રોડને ફોરલેન કરવાની જાહેરાત કરી હતી જેને પણ વહીવટી મંજૂરી મળી જતા આ રોડ પણ પહોળા થવાથી ભવિષ્યમાં અહીં ઓવર બ્રિજની જરૂરિયાત સરકાર દ્વારા અહીં પણ રૂ.19 કરોડના ખર્ચે એક ફ્લાય ઓવર બનાવવા મંજુરી આપી હતી.ગુરુવારે આ બ્રિજ માટે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ વધુ 2 કરોડ જેટલી રકમ વધારી દેવાઈ છે
અને હાલ 21 કરોડ જેટલી માતબર રકમ આ બ્રિજ માટે ફાળવવામાં આવી છે. તેમજ ટેન્ડરીગ પ્રકિયા પુર્ણ થઈ ચૂકી છે. મોરબીના આ ફલાય ઓવરનું કામ મહેસાણાની રાકેશ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને મળ્યું છે. સરકાર દ્વારા તેમને વહેલી તકે કામગીરી શરૂ કરવા અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સુચના આપી છે. આ ફ્લાય ઓવરની કામગીરી એક મહિનામાં જ શરૂ થાય તેવી થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ કામગીરીની મર્યાદા 2 વર્ષ નક્કી કરવામાં આવી છે.
(બોક્સ) 5000થી વધુ વાહનોની અવર જવર
મોરબી શહેરના પ્રવેશ દ્વાર એવા મહેન્દ્રનગર ચોકડી હળવદ મોરબી શહેર, મોરબીથી જેતપર મહેન્દ્રનગરથી નેશનલ હાઇવેને જોડતા માર્ગ છે અહીં દિવસ દરમિયાન 500થી 700 ટ્રક તેમજ,એસટી બસ, ખાનગી બસ તેમજ ફોર વ્હિલ પેસેન્જરને વ્હિકલ સહિત 5000 જેટલા વાહનોનો દરરોજ અવર જવર રહે છે.જેના કારણે અહીં ટ્રાફિક જામ સમસ્યા કાયમી ધોરણે જોવા મળે છે બ્રિજ નિર્માણથી ટ્રાફિક જામ સાથે સાથે અકસ્માતથી રાહત મળવાની આશા સેવાઈ રહી છે.

