મોરબી નગરપાલિકા દ્વારા હીરાસરીના માર્ગનું કામ ચાલુ છે, આ પહેલા જયારે આ રોડનું કામ થયેલ ત્યારે પણ ખુબજ નબળું કામ થયું હતું.જેના કારણે ખુબજ ઓછા સમયમાં કામ ફરીથી કરવાની જરૂર પડી છે. અને પબ્લિક ના ટેક્ષ દ્વારા સરકારમાં જમાં થયેલ પૈસાનું વળતર જે મળવું જોઈએ તે મળ્યું નથી.
હાલમાં પણ ચાલતા કામમાં પણ ખુબજ નબળી ગુણવતાનું થઇ રહ્યાનું સામે આવ્યું છે. સ્થળ પરના કોન્ટ્રકાટરના પ્રતિનિધિ સાથે વાત કરતા તેની પાસે કોઈ યોગ્ય માહિતી કે એગ્રીમેન્ટની નકલ ઉપલબ્ધ ન હતી. કામ ચાલતી સાઈટ ઉપર કોઈ બોર્ડ મારવામાં આવેલ ન હતું.લોકોને ચાલવા માટે રોડના ડાયવર્ઝન ન કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી. કોઈ સાઈન બોર્ડ પણ મારવામાં આવેલ ન હતા.
ચાલી રહેલ કામમાં ખોદેલા રોડમાં નીચે બેઈઝમાં લુઝ મટીરીયલ્સ કે જે નબળી ગુણવતા તેમજ અયોગ્ય હતું ને નાખવામાં આવી રહ્યું હતું. જેથી હાલ માં ચાલી રહેલું કામ ખુબજ નબળી ગુણવતા તેમજ કોઈ જાતના લાઈન લેવલ વગરનું ચાલી રહ્યું હતું. સિમેન્ટ કોન્ક્રેટને પાણી છાંટવામાં ભયકર બેદરકારી જોવામાં આવી હતી, જો આવું જ કામ ચાલતું રહેશે તો આ રોડ ખુબજ ટુકા ગાળા રોડ તૂટી જશે.અને લોકોએ દ્વારા ટેક્ષના ભરેલા પૈસાથી બનેલ આ રોડ બીજી વાર પણ નબળો બનશે.
આ કામ યોગ્ય રીતે થાય તેમજ સાઈટ પરના એન્જીનીયર સતત તેની ઉપર દેખરેખ રાખે નિયમિત હાજર રહે , સેમ્પલો લેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા મોરબી કોંગ્રેસના આગેવાન અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરીએ ચીફ ઓફિસરને પત્ર લખી કાર્યવાહી કરવા માગણી કરી છે

