સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી વહેલી સવારે ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે જેના કારણે સવારે ઠંડક અનુભવાય છે. વહેલી સવારે રસ્તા ભીના જોવા મળે છે તો વાહનોની લાઈટ દિવસે પણ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. સૌરાષ્ટ્રના જામનગર મોરબી રાજકોટ ભાવનગર તેમજ જૂનાગઢ પંથકમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર જોવા મળે છે. છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારનો હવામાન અનુભવાઈ રહ્યું છે જ્યારે બપોરના સમયે અનુભવાઇ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસની આ પ્રકારની મિશ્ર ઋતુ અનુભવાતા શિયાળો હવે વિદાય લેવાના મુડમાં હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા બે થી ત્રણ દિવસમાં તાપમાન વધી રહ્યું છે તો સાંજે પણ મોડે સુધી અજવાસ જોવા મળે છે ખાસ કરીને શિયાળામાં વહેલું થતું અંધારું હવે દૂર થઈ રહ્યું છે અને દિવસ પણ લાંબો થઈ રહ્યો છે.
શિયાળાના અંતિમ તબક્કામાં ઉંમરની અસર જોવા મળી છે ખાસ કરીને વહેલી સવારે જોવા મળી રહ્યું છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઇ છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે.આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને બે દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. 3 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. જમ્મુકાશ્મીરમાં હિમવર્ષા બંધ થતાં ટુરિસ્ત સ્થળ માઉન્ટ આબુમાં ઠંડી ઘટી છે જોકે આ વર્ષે માઉન્ટમાં લઘુતમ તાપમાન માઇનસ 4 ડિગ્રી સુધી નોંધાયું હતું. જેમાં ગુરુવારે માઉન્ટઆબુમાં લઘુતમ તાપમાન 4 ડીગ્રી અને મહત્તમ તાપમાન 15 ડીગ્રી નોંધાયું હતું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી પશ્ચિમ દિશાના ભેજવાળા પવન ફૂંકાવાનું શરૂ થયું છે. જેના કારણે સવારે હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા ઉપર રહેતાં ધુમ્મસ છવાયું હતું. જેની અસર સૌરાષ્ટ્રના ઘણા બધા પંથકોમાં પણ જોવા મળી રહી છે વહેલી સવારે ઠંડક ના કારણે શિયાળુ માહોલ યથાવત રહ્યો છે. ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે.

