HomeGujaratકોલ્ડવેવનો વધુ એક રાઉન્ડ, આવતા મહિને ઠંડીના વધુ બે રાઉન્ડ લોકોને ધ્રુજાવી...

કોલ્ડવેવનો વધુ એક રાઉન્ડ, આવતા મહિને ઠંડીના વધુ બે રાઉન્ડ લોકોને ધ્રુજાવી દેશે

સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું છે. તાપમાન પણ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો સૌરાષ્ટ્રના નગરમાં 10 ડિગ્રીની આસપાસ સ્થિર થઈ ગયો છે. જોકે, રવિવારથી બે દિવસ સુધી થોડું તાપમાન વધશે. એવું હવામાન ખાતાનું કહેવું છે. શનિવારે રાજકોટ સિટીમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે જામનગરનું તાપમાન 9 ડિગ્રી રહ્યું હતું. હવામાન ખાતાએ જણાવ્યું છે કે, રવિવારથી આવનારા 24 કલાક સુધી તાપમાન સ્થિર રહેશે.

એ પછી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સુધી ઊંચું જશે. પણ ઠંડીના હજુ બે રાઉન્ડ બાકી છે. જે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે. તા.4 ફેબ્રુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ થશે. એ પછી તા.15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી લઘુતમ આંશિક વધશે. આ સમયમાં મિશ્રઋતુનો અનુભવ થશે. જેમાં દિવસે ગરમી અને રાત્રે ટાઢોળું અનુભવાશે. હવામાન ખાતાનું કહેવું છે કે, આ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ ડિસ્ટર્બન્સ નબળું હોવાથી હવામાનમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. રવિવારથી ચાર દિવસ સુધી તાપમાન 2થી 4 ડિગ્રી સુધી ઊંચું જવાનું છે. લઘુત્તમ તાપમાન 12થી 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 કે તેથી વધુ રહેવાની પૂરી શક્યતા છે. ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. 15 ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર ઘટશે. સૌરાષ્ટ્રમાં શનિવારે પોરબંદર, સુરેન્દ્રનગર સિવાયના બાકીના શહેરમાં લઘુત્તમ તાપમાન ડબલ ડિજિટમાં નોંધાયું હતું. ભાવનગરમાં પારો 11 ડિગ્રી, દેવભૂમિ દ્વારકામાં 14 ડિગ્રી, ઓખામાં 18 ડિગ્રી, પોરબંદરમાં 9.4 ડિગ્રી, રાજકોટમાં 10.8, જામનગરમાં 9 ડિગ્રી, વેરાવળ 14.7 મહુવામાં 11.2 અને કેશોદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ રવિવારે 57 ટકા નોંધાયું હતું.

જ્યારે દિવસ દરમિયાન આ પ્રમાણમાં ઘટાડો થયો હતો. 19થી 24 ટકા ભેજ રહ્યો હતો. જોકે, દેશના હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી છે કે, ધીમે ધીમે કોલ્ડવેવ ઘટશે. પણ ફેબ્રુઆરીમાં કોલ્ડવેવનો એક રાઉન્ડ ફરી શરૂ થશે. જે ઉત્તર ભારતના મેદાની વિસ્તાર સહિત પશ્ચિમના રાજ્યને અસર કરી શકે છે. જોકે, માર્ચ મહિનાથી વિધિવત ઉનાળો શરૂ થઈ જશે. આ વખતે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયાથી હવામાનમાં પલટો નોંધાય એવી પૂરી શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW