HomeGujaratહાર્દિકે નાની સાથે કર્યો ‘પુષ્પા’ ફિલ્મના સોંગ પર ડાન્સ, અલ્લૂ અર્જૂને કહ્યું...

હાર્દિકે નાની સાથે કર્યો ‘પુષ્પા’ ફિલ્મના સોંગ પર ડાન્સ, અલ્લૂ અર્જૂને કહ્યું…

હાર્દિક પંડ્યા ક્યારેક પત્ની નતાશા તો ક્યારેક પુત્ર અગસ્ત્ય સાથેની પોસ્ટ હાર્દિક પંડ્યા શેર કરતો રહે છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે. હવે ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાની નાની સાથે ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે. હાર્દિક પંડ્યાના ક્યૂટ વીડિયો પર તેના ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. હાર્દિકે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.

જેના પર ફેન્સની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ક્રિકેટના સ્ટાર્સ અને ફિલ્મી સ્ટાર્સ પણ તેના આ વીડિયોને લાઇક કરી રહ્યા છે. માત્ર ફેન્સ જ નહીં. વીડિયોમાં ક્રિકેટર પોતાની નાની સાથે પુષ્પાના ‘શ્રીવલ્લી’ સોંગ પર ડાન્સ કરતો નજરે ચડે છે. બંને વીડિયોમાં આ સોંગનો હૂક સ્ટેપ કરતા નજરે પડી રહ્યા છે. તેને શેર કરતા હાર્દિક પંડ્યાએ લખ્યું છે કે ‘અમારી પોતાની પુષ્પા નાની.’હાર્દિક પંડ્યાની આ પોસ્ટ પર ‘પુષ્પા’ ફિલ્મના હીરો અલ્લૂ અર્જૂનની પણ કમેન્ટ આવી છે. તે હાર્દિક પંડ્યાના વીડિયો પર કમેન્ટ કરતા લખે છે કે ‘ખૂબ ક્યૂટ. તે માટે મારો અનેક ગણો પ્રેમ અને રિસ્પેક્ટ. દિલ ખુશ કરનારો વીડિયો. તો હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે વીડિયો પર કમેન્ટ કરતા તેને ક્યૂટનેસ બતાવ્યો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW