HomeGujaratમોરબીના કેરાળી ગામમાં ચેકીગમાં ગયેલ પીજીવીસીએલ ટીમ પર હુમલો,પિતા પુત્ર સહિત ૪...

મોરબીના કેરાળી ગામમાં ચેકીગમાં ગયેલ પીજીવીસીએલ ટીમ પર હુમલો,પિતા પુત્ર સહિત ૪ વિરુદ્ધ ગુન્હો

મોરબીના કેરાળી ગામમાં વીજચોરી અંગની ફરિયાદ આધારે ચેકિંગ માટે પીજીવીસીએલની ટીમ સવજીભાઇ અરજણભાઇ ના ઘરે પહોચી હતી હોય જ્યાં તેમના ઘરનું મીટર ડાયરેકટ ચાલુ હોવાથી પીજીવીસીએલના જીતેન્દ્રભાઈ અશોકભાઈ રાજાએ સવજીભાઈના ઘરનુ મિટર ઉતારી લીધું હતું આ બાબતે ઉશ્કેરાઈ જઈ આરોપી સવજીભાઇ અરજણભાઇ તથા તેમના દિકરા તથા અમુ રાણા નાઓએ જીતેન્દ્રભાઈને ગાળો આપી હતી મામલો બિચકાતા તેઓ નીકળી તેમના ગાડી તરફ જતા હતા ત્યારે એક અજાણ્યા ઇસમે તેમના પાછળના ભાગે લાકડીથી મારેલ બાદ સવજીભાઇ અરજણભાઇએ જીતેન્દ્રભાઈનો કોલર પકડી ગાડીમાથી નીચે ઉતારી દીધા હતા અને આરોપી સવજીભાઇ તથા સવજીભાઇના દિકરા તથા અમુ રાણા હુંબલ નાઓએ તેમની સાથે મારામારી કરી હતી તેમજ સ્ટાફના સુરજભાઇ ગોવિંદભાઇને મુઢ ઇજા કરી કાયદેસરની ફરજમા રુકાવટ કરી હતી.બનાવ અંગે પીજીવીસીએલના કર્મચારીએ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW