મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે ગુરુવારે કુલ 1508 લોકોના આરટિપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે 166 દર્દી પોઝિટિવ આવ્યા હતા આ 166 દર્દીમાં મોરબી શહેરમાં 75 અને ગ્રામ્યમાં 43 કેસ પોઝિટિવ આવ્યા હતા તો વાંકાનેર શહેરમાં 10 ગ્રામ્યમાં 08 કેસ પોઝિટિવ આવ્યા હતા હળવદ શહેરમાં 05 અને ગ્રામ્યમાં 07 કેસ,ટંકારામાં 08 ,જ્યારે માળિયામાં 10 કેસ પોઝિટિવ આવ્યા હતા. મોરબી જિલ્લામાં ગુરુવારે એક્ટિવ કેસનો આંક 1537 નો આંક વટાવી ચુક્યો હતો.બીજી તરફ 206 દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે. આ 206 દર્દીમાં 156 મોરબી,વાંકાનેરમાં 13,હળવદ 12,ટંકારા18 અને માળિયામાં 07 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં કોરોનાની ઓલઅવર સ્થિતિ જોઈએ તો કુલ 4,74,500 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 970૩ દર્દી પોઝિટિવ આવ્યા છે જે પૈકી 7825 દર્દી સ્વસ્થ થયા છે.1537 કેસ એકટિવ છે.87 દર્દીના સતાવાર મોત થયા છે.

