HomeGujaratગિરસોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઘ્વજવંદન, પરેડ નિરિક્ષણ કર્યું

ગિરસોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઘ્વજવંદન, પરેડ નિરિક્ષણ કર્યું

આજે સમગ્ર દેશમાં 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં રાજ્યકક્ષાના આ વર્ષના કાર્યક્રમનું આયોજન ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં કરવામાં આવ્યું છે. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે પોલીસ પરેડ પણ નિહાળી હતી. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પગલે ધ્વજવંદન સહિતનો કાર્યક્રમ માત્ર 25 મિનિટમાં પૂર્ણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીપ્સી કારમાં સવાર થઈ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. જીપ્સી કારમાં ગ્રાઉન્ડમાં ચક્કર લગાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડ નિરીક્ષણમાં મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી પંકજ કુમાર, રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા સાથે રહ્યા હતા.

કોસ્ટ ગાર્ડ, આર.એ.એફ. વસ્ત્રાલ, મરીન કમાન્ડો જામનગર, જૂનાગઢ મહિલા પોલીસ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, ગીર-સોમનાથ જિલ્લા પોલીસ, ગુજરાત જેલ પોલીસ, પોરબંદર જિલ્લા પોલીસ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ , ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, જિલ્લા હોમગાર્ડ પ્લાટુન, વિદ્યાર્થીઓની એન.એસ.એસ. પ્લાટુન, ગુજરાત શ્વાન દળ, ગુજરાત અશ્વ દળ એસ.આર.પી. પાઈપ બેન્ડની પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. કોરોનાની સ્થિતિ જોતાં રાજ્ય સ૨કારે સત્તાવા૨ ધ્વજવંદન સહિતના આયોજનો ફક્ત 25 મિનિટમાં જ પૂરા કરવાનું આયોજન થયું હતું.

પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ એટ હોમ તથા પ્રજાસત્તાક દિને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે એ તમામ કાર્યક્રમો ૨દ ર્ક્યા છે અને અત્યંત મર્યાદિત હાજરીમાં વચ્ચે ધ્વજવંદન થયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW