સૌરાષ્ટ્રના હવામાનમાં માવઠાના એંધાણ વચ્ચે શુક્રવારે સવારે એકાએક પલટો જોવા મળ્યો હતો સવારે ભેજનું પ્રમાણ વધારે હોવાનું નોંધાયું છે. વહેલી સવારે બસ જોવા મળતા વિઝીબીલીટી ઝીરો થઈ ગઈ હતી. જેના કારણે સવારે પણ બહેનોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી એક વખત ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થાય એવા એંધાણ વર્તાઇ રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં ઠંડીનું જોર ફરી એક વખત વધી ગયું છે. હિન્દી સવારે ભેજના કારણે રસ્તાઓ ભીના જોવા મળ્યા હતા જ્યારે ખેતરમાં પાક પર ઝાકળના ટીપાં બાઝી ગયા હતા. માવઠાનાં એંધાણ વચ્ચે હવામાનમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો થયો છે. ખાસ કરીને સંક્રાંત બાદ ઠંડી ઓછી થતી અનુભવાય છે. પરંતુ આ વખતે ઠંડીએ ફરી એકબીજો રાઉન્ડ શરૂ કર્યો હોય એવું હવામાન જોવામાં જોવા મળે છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આવનારા દિવસોમાં હજુ ઠંડી પડશે ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ગરમીની સીઝન ધીમે ધીમે શરૂ થશે.

