મોરબી જીલ્લામાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે બુધવારે સૌથી વધુ કેસ સામે આવ્યા હતા.આજે મોરબી જીલ્લામાં વધુ 78 કેસ પોઝીટીવ આવ્યા હતા. તાલુકા મુજબ જોઈએ તો મોરબી શહેરમાં 45 અને ગ્રામ્યમાં 20 કેસ સામે આવ્યા હતા તો વાંકાનેર શહેરમાં 03 ,હળવદ શહેરમાં 1 ગ્રામ્યના 2 કેસ,ટંકારામાં 7 અને માળીયામાં એક પણ કેસ સામે આવ્યો ન હતો. મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં એક્ટીવ કેસનો આંકડો 377 પર પહોચી ગયો છે. બીજી તરફ મોરબી શહેરમાં 14 ,ટંકારામાં 1 અને માળીયામાં 3 મળી કુલ 18 દર્દી ડીસ્ચાર્જ થયા હતા. મોરબી જિલ્લામાં કોરોનાની આજદિન સુધીમાં કુલ 4,54,118 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી કુલ 6990 પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 6272 દર્દી ડીસ્ચાર્જ થઇ ગયા છે. જયારે 87 દર્દીઓના મોત થયા હતા

