મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં તેજ ગતિએ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મોરબી શહેરમાં કેસમાં મોટા પાયે ઉછાળો આવ્યો છે. સોમવારે મોરબી જિલ્લામાં આજે વધુ 57 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાથી મોરબી શહેરમાં ૩૩ કેસ પોઝિટિવ આવ્યા હતા જયારે 15 દર્દી મોરબી ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ આવ્યા હતા અન્ય તાલુકાની વાત કરીએ તો વાંકાનેર ગ્રામ્ય વિસ્તારોમાં 2 દર્દી,ટંકારાતાલુકામાં ,માળીયા તાલુકા પંચાયતના 3 કેસ,હળવદ શહેરમાં 1 અને ગ્રામ્યમાં 2 કેસ સામે આવ્યા હતા. બીજી તરફ મોરબીના 22 હળવદ ટંકારામા 1-1 મળી કુલ 24 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થઈ ગયા હતા.જિલ્લામાં કુલ 1631 દર્દીના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. 240 એક્ટિવ કેસ છે. મોરબી જિલ્લાની કુલ વાત કરીએ તો 6810 પોઝીટિવ કેસ આવ્યા હતા જેમાથી 6229 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા હતા. જોકે લાંબા સમયથી એક પણ મોત થયા નથી જોકે બીજી લહેર દરમિયાન 87 દર્દીના મોત થયા છે.

