બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી છે જેમાં એક મેચમાં અનોખું બેટ્સમેનનો કરતબ જોવા મળ્યું હતું. પ્રથમ ટેસ્ટ મેચમાં યાદગાર જીત મેળવ્યા બાદ બાંગ્લાદેશનું સ્વપ્ન હવે સિરીઝ જીતવાનું છે. બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રાઇસ્ટ ચર્ચમાં મેચ રમાઇ રહી છે. રવિવારે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે અનોખી ઘટના જોવા મળી. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન 26મી ઓવરમાં 7 રન મેળવ્યા હતા પણ કોઈ કે ફોર ફટકારી નથી.
એટલે કે એક ઓવરમાં સિકસ કે ફોર માર્યા વગર 7 રન બેટ્સમેનના લીધા છે.એટલું જ નહીં ન કોઈ વાઈડ કે ન કોઈ નો બોલ મળ્યો હતો. બોલર ઈબાદત હુસેનની ઓવરમાં આ ઘટના બની હતી જે જોઈને ક્રિકેટ પ્રેમીઓ પણ ચોંકી ગયા હતા. જ્યારે સ્ટ્રાઇક પર યંગ બેટિંગ કરી રહ્યો હતો. ઓવરના છેલ્લા બોલમાં વિલ યાંગના બીટમાં કટ લાગી સ્લિપમાં બોલ પહોંચ્યો હતો.ત્યાં રહેલા ફિલ્ડરે કેચ કરવા માટે પ્રયાસ કર્યો હતો. પણ બોલ હાથમાંથી છટકી થર્ડ મન પાસે ચાલ્યો ગયો. મોકો જોઈને વિલ અને લેથમે દોડીને રન લઈ લીધો હતો. બંને એ દોડીને ત્રણ રન પુરા કરી લીધા હતા. બોલ થર્ડમેન બાઉન્ડ્રી લાઈનને ટચ કરીને બોલ બહાર નીકળી ગઈ હતી. પણ ફોર આપી ન હતી.પછી બોલને વિકેટિપર એન્ડ પર થ્રો કરવામાં આવ્યો. એ પછી વિકેટકિપર નરૂલ હસને બીજી વખત થ્રો કર્યો. પણ બોલ ઈબાદત હુસેન અને બાકીના ફિલ્ડરને માત આપી સીમા રેખાની બહાર નીકળી ગઈ હતી. પરિણામે બોલ વિલ યંગ એક ઓવરમાં સાત રન લેવામાં સફળ રહ્યો. વિલે પહેલા જ દાવમાં 114 બોલમાં 54 રન કર્યા હતા. આ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડની પહેલી દાવમાં ઈબાદત હુસેનની ઓવરમાં આ એક અસાધારણ ઘટના બની હતી. નવમી ઓવરમાં ઈબાદત હુસેનની ઓવરમાં એમ્પાયરે ન્યૂઝીલેન્ડ કેપ્ટન ટોમ લેથમને બે વખત LBW આઉટ આપ્યો હતો.
Meanwhile, across the Tasman Sea… ⛴️
— Cricket on BT Sport (@btsportcricket) January 9, 2022
Chaos in the field for Bangladesh as Will Young scores a seven (yes, you read that correctly!) 😅#NZvBAN | BT Sport 3 HD pic.twitter.com/fvrD1xmNDd
પણ બંને વખત લેથમે રીવ્યૂ માગીને વિકેટ બચાવી લીધી હતી. લેથમે આ મોકાનો ફાયદો ઉઠાવી પહેલા દિવસના અંતે 186 રન બનાવીને તે અણનમ રહ્યો હતો. જોકે, આ ઘટનાની ચર્ચા સૌ કોઈ ક્રિકેટ પ્રેમી કરી રહ્યા છે. ક્રિકેટ મેદાન પર આવું ભાગ્યે જ જોવા મળે છે. છ બોલમાં છ સિક્સનો યુવરાજસિંહનો રેકોર્ડ છે એ રીતે એક ઓવરમાં સાત રન એ પણ કોઈ ફોર કે સિક્સ વગર મળે એ અસાધારણ ઘટના કહી શકાય છે.

