HomeGujaratમોરબી સહિત સૌરાષ્ટ્રભરમાંથીમાં રૂ 30 કરોડની વીજચોરી પકડાઈ

મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાંથીમાં રૂ 30 કરોડની વીજચોરી પકડાઈ

સૌરાષ્ટ્રભરમાં મોટાપાયે વીજલોશની ફરિયાદ ઉઠતા પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ ડિસેમ્બર-2021 માસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ચેકીગ દરમ્યાન રાજકોટ શહેર ગ્રામ્ય,મોરબી જિલ્લા જામનગર જુનાગઢ,પોરબંદર કચ્છ જિલ્લા સહિતના તમામ તાલુકામાંથી રૂ. 30 કરોડની રેકોર્ડ બ્રેક પાવર ચોરી પકડાઈ છે.

વિવિધ ટીમો દ્વારા ડિસેમ્બર-21 માસમાં કુલ 97,196 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ.જેમથી કુલ 11,528 કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ હતી. સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચોરીનું પ્રમાણ વધુ જોવા મળે છે. વીજ ચોરીના દૂષણને કારણે કંપનીને નાણાકીય નુકશાન સહન કરવું પડે છે જેના કારણે સરકારી યોજનાઓ અંતર્ગત વીજ પુરવઠો પૂરો પાડવામાં અવરોધ આવે છે અને નિર્દોષ ગ્રાહકો પર આર્થિક ભારણ વધતું હોય છે. સમયાંતરે વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન પીજીવીસીએલના અધિકારીઓએ / કર્મચારીઓ પર હુમલો થવાના ગંભીર બનાવો પણ બનતા રહે છે. ઉપરાંત વીજચોરી કરતાં સમયે વીજ અકસમત થવાનો ભય પણ રહેલો છે અને ચોરી કરનાર પોતાનો જીવ પણ ગુમાવી શકે છે.

ડિસેમ્બર-21 માસમાં રાજકોટ શહેરમાં 17246 વિજ જોડાણ ચકાસણીમાંથી 1466 વિજ ચોરી પકડાય જેમાંથી 270.31 લાખની રકમ વસુલાય તેમજ રાજકોટ ગ્રામ્યમાં 15457 ચકાસણીમાંથી 1273 વિજચોરીમાંથી 300.64 લાખની રકમ, મોરબીમાં 8455 ચકાસણીમાંથી 667 વિજચોરી અને 232.82 લાખની રકમ, પોરબંદરમાં 10606 ચકાસણીમાંથી 1371ની વીજ ચોરી અને 200.47 લાખની રકમ, જામનગર 9905 ચકાસણીમાંથી 1507 વિજચોરી અને 477.97 લાખની રકમ, ભુજમાં 4710 ચકાસણીમાંથી 266ની વિજ ચોરી અને 340.79 લાખની રકમ, અંજારમાં 3036 ચકાસણીમાંથી 398 વિજ ચોરી અને 179.13 લાખની રકમ, જુનાગઢમાં 4249માંથી 785 વિજ ચોરી અને 137.28 લાખની રકમ, અમરેલીમાં 5416માંથી 945 વિજચોરી અને 162.81 લાખની રકમ, બોટાદમાં 5519માંથી 953ની વિજચોરી અને 165.33 લાખની રકમ, ભાવનગરમાં 5660 ચકાસણીમાંથી 1114ની વિજચોરી અને 273.18 લાખની રકમ, સુરેન્દ્રનગરમાં 6937માંથી 783 વિજચોરી અને 251.20 લાખની રકમ સહિત કુલ 11528ની વીજ ચોરી અને 2992.01 લાખની રકમ વસુલાય છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW